બાવો છું, જંગલી છું પણ,
હા, હું જુનાગઢી છું
આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું અમર કરતો શિલાલેખ જેવો છું હું…હા, હું જુનાગઢી છું
બાવનવીર, ચોસઠ જોગણી, નવનાથ સાથે મારા બેસણા આવતા જનમ નો ફેરો ટળે એવો પુણ્યશાળી છું હું…હા, હું જુનાગઢી છું
પડઘાય છે જેની ટૂંકે ટૂંકે આલ્હેક ના નાદ એવો જટાળા જોગી જેવો ગીરનાર છું હું…હા, હું જુનાગઢી છું
સુવર્ણ રિકતા ના તીરે દામોદર કુંડ બની ઉભો સૌ ના અસ્તિત્વ ને ઓગાળતો તો છું હું…હા, હું જુનાગઢી છું
કાંગરે કાંગરે યુદ્ધ ના નિશાનો ને બાર બાર વર્ષો ના ઘેરા ને ખાળી ઉભો ઉપરકોટ જેવો છું હુંહા, હું જુનાગઢી છું
યાદ અપાવું બુધ્ધ ના શાંતિ સંદેશની બોરિયાના ગાળામાં ઉભેલા સ્તૂપ જેવો છું હુંહા, હું જુનાગઢી છું
ખાપરા કોઢિયાને બાવા પ્યારા જેવી અનેક ગુફામાં ધ્યાન ધરીને બેઠો જોગી જેવો છું હુંહા, હું જુનાગઢી છું
ધ્રુજે છે ગીરીકાન્દ્રાઓ જેની ડણકથી એ સોરઠી સિંહની ડણક જેવો છું હુંહા, હું જુનાગઢી છું
ખાસ નોંધ: કવિતાના રચયિતા વિષે કોઈ માહિતી ઉપલબ્ધ નથી, જો તમને જાણ હોય તો નીચે આપેલા ફોર્મ દ્વારા ફીડબેક આપો
જેથી અમે આટલી સુંદર કવિતા લખનાર ને ક્રેડિટ આપી તેમનું નામ લખી શકીયે…
જેથી અમે આટલી સુંદર કવિતા લખનાર ને ક્રેડિટ આપી તેમનું નામ લખી શકીયે…