કચ્છ કાઠીયાવાડ એટલે સંત સુરા ને દાતારોની ભૂમિ. ગામડે ગામડે અનેક પાળીયા ઉભા છે અને પાળીયે પાળીયે કંઈક શૌર્યકથા ને લોકવાર્તાઓ ધરબાયેલી પડી છે. કવિ દાદ બાપુ લખે છે
શબ્દ એક શોધો. ત્યા સંહિતા નીકળે.
કુવો એક ખોદો. તો આખી સરિતા નીકળે
જનક જેવા આવી હજુ જો હળ હાંકે.
તો આ ધરતી માં થી હજુ પણ સીતા નીકળે
હજુ ધબકે છે ક્યાક લક્ષ્મણ રેખા..
કે રાવણ જેવા ત્યાં થી બીતા નીકળે
છે કાલીદાસ અને ભોજ ના ખંડેર.
જો જરીક ખોતરો તો કવિતા નીકળે
છે કૃષ્ણ ની વાંસળી ના એ કટકા.
કે હોઠે જો માંડો તો સુર-સરિતા નીકળે
સાવ અલગ છે તાસીર આ ભૂમી ની.
કે મહાભારત વાવો ને ગીતા નીકળે
દત્ત જેવા જોગી ની જો ફુંક લાગે તો.
હજુ ધુંણા તપ ના તપતા નીકળે
`દાદ’આમતો નગર છે સાવ અજાણ્યુ.
તોય કોક ખુણે ઓળખીતા અચુક નીકળે
જય કાઠીયાવાડ