જામનગરમાં ધર્મની ધજા ફરકાવતી ધન્ય ધરતી પર પ્રણામી નિજાનંદ સંપ્રદાયને સંદેશ સદીથી સુણાવતું સુપ્રસિદ્ધ ખીજડા મંદિર નગરનું અનોખું પવિત્ર ધામ છે. નૌતનપૂરી નામે એક વેળા વિખ્યાત બનેલા આ નગરમાં મહારાજ નિજાનંદ નિર્જન સ્થાન પર પર્ણકુટી બાંધી સમાધિ લગાવતા હતા. એ સ્થળે આજના ભવ્ય અને પુનીત ખીજડા મંદિર નો ઉદભવ થયો હતો. તપસ્વી મહારાજ દેવચંદ્રજી એ ખીજડાનું દાતણ કરી આ સ્થળે તેની બે ચીરો ફેંકતા તેમાંથી બે પ્રચંડ ખીજડાના વૃક્ષો પ્રગટ્યા હતા. તેથી તે ખીજડા મંદિર તરીકે જગજાહેર થયું. આજે પણ આ ખીજડા મંદિરમાં ત્રણ માળ ઊંચા વૃક્ષ છે તેના ધુપદીપ અને પૂજન થાય છે.
મૂળે હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા, પરંતુ તમામ ધર્મોની એકતાને પ્રોત્સાહન આપતા પ્રણામી પંથનું સ્થાપના સ્થળ છે. મંદિરનું માળખું 400-વર્ષ-જૂનાં બે પવિત્ર વૃક્ષોની આસપાસ બાંધવામાં આવ્યું છે. પંથનું નામ પ્રણામ, અથવા તો બે હાથ જોડીને દરેક જીવમાં રહેલા દિવ્ય તત્ત્વના સ્વીકારદર્શક અભિવાદનની ચેષ્ટા પરથી પડ્યું છે. પુરોહિત અને આ સમુદાયના ઘણા સદસ્યો વિવિધ સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે, જેમાં એચઆઈવી/એડ્સ રોકથામ પણ સામેલ છે. નવાગંતુકો પણ આ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે, એટલે જો આપને રસ હોય, અથવા આપ માત્ર વધુ વિગતે આ મંદિરના પંથનો ઇતિહાસ જાણવા માગતા હો, તો નિવાસી સાધુ, શ્રી સુરેન્દ્રજી અથવા નવીનભાઈ પરીખનો સંપર્ક કરશો