ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો…
- ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય.
- અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય.
- નિખાલસતા બોલે અને બુદ્ધી સાંભળે,તેનું નામ લોકસાહિત્ય.
લોકસાહિત્ય વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં અહંકાર રહેવાનો જ. અને અહંકાર હોય ત્યાં સરળતા ક્યાંથી હોય ! એના અર્થ એમ કરી શકીએ? કે જ્યાં સરળતા છે ત્યાં જ લોક છે.
લોકસાહિત્ય ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોનું સાહિત્ય છે કે જે પંડિત નથી પણ સરળ છે. એમ કહી શકાય કે સરળ માણસો દ્વારા સરળ શબ્દોમાં અને એનાથી પણ વધુ સરળતાથી સર્જાતું ગવાતું અને સંભળાતું સાહિત્ય એટલે જ લોકસાહિત્ય, વગડામાં ઉગેલી વનરાઇ જેવું છે. જેનું નથી કોઇએ વાવેતર કર્યું, નથી કોઇએ પાણી પાયું, નથી કોઇએ ખાતર નાખ્યું અને તેમ છતાં ઋતુ, ખાતર, પાણી અને બીજ ભેગા થવાથી જેમ છોડ ઉગે છે તેમ પ્રકૃતિના સહજ નિયમોને આધિન થઇને લોકસાહિત્ય જન્મે છે અને વિકાસ પામે છે.