ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા

Shri Chamunda Mata Temple -Uncha Kotda

શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો)

સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ)
સ્થળ ની વિસ્તૃત માહિતી:
ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર માસનો વિશેષ મહિ‌મા હોઈ પૂરા ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ પરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની સુવિધા માટે આ તર્થિના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવવસ્થા યોજવામાં આવે છે.

તળાજા-મહુવા વચ્ચેનાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા આ પ્રાચીન તર્થિમાં વર્ષો પહેલા ઝાંઝમેરનાં ખીમાજીએ આ સ્થળે ચામુંડામાતાની આરાધના કરી ત્રિશુળ, ચુંદડી અને ચુડીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી. તેમજ મારવાડથી આવીને અહીં વસેલ જસાજી ભીલએ આ સ્થાનકે નિત્ય પૂજન અર્ચનની પરંપરા શરૂ કરી હતી.
સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસનાં અનેક ગામોનાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બાધા-આખડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વ. પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેવુ મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું. ચૈત્ર માસ અને ચૈત્ર નવરાત્રિ ને કારણે આ તર્થિનો મહિ‌મા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદાજુદા વાહનો, પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો હોઈ સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા ‘શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ’ બનાવી સં.૨૦૩૪માં આ સ્થાનકનો ર્જીણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય શિખરમંદિર, યજ્ઞ શાળા, ભોજન શાળા, યાત્રિક ઉતારા, સહિ‌ત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે.

માતાજી નું મંદિર ડુંગર ૫ર આવેલુ છે.કાળીયા ભીલ ની કોડી છે.વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા ના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતુ તેવી લોક માન્યતા છે.કાળીયા ભીલ દરિયામા વહાણ લુંટતો અને માતાજી સાથે ૫ડદે વાતુ કરતો હતો વહાણ લુટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો.
આજ ની તારીખેમાં ઉંચા કોટડા માં હાલ કાળીયા ભીલ ની કોઠીઓ મોજુદ જોવા મળે છે.


ઉંચા કોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા તળાજા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ઉંચા કોટડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઇ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીના જૈન ધર્મના તિર્થ અને શ્રી ચામુંડા માતાજીનું દરિયાકિનારાની ભેખડો પર આવેલું પૌરાણીક મંદિર પ્રસિધ્ધ છે. માતાજી નું મંદિર ડુંગર ૫ર આવેલુ છે.કાળીયા ભીલ ની કોડી છે.વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા ના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતુ તેવી લોક માન્યતા છે.કાળીયા ભીલ દરિયામા વહાણ લુંટતો અને માતાજી સાથે ૫ડદે વાતુ કરતો હતો વહાણ લુટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો.આજ ની તારીખેમાં ઉંચા કોટડા માં હાલ કાળીયા ભીલ ની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ભાવનગર થી ઉંચા કોટડા મંદિર ૮૦ કિ.મી અંતર આવેલ છે.મહુવા થી ઉંચા કોટડા ૩૫ કિ.મી અંતરે આવેલા છે. ઉંચા કોટડા ના મહત્વના દિવસો માં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે.આ માસ દરમ્યાન શકિત ઉ૫સના નો સમય છે. ચૈત્ર પુનમ ને દિવસ મેળો ભરાય છે.લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસો માં બાજુના ગામો માંથી લોકો દર્શન કરવા આવે છે

સ્થળ ૫ર કેવી રીતે ૫હોચવું:
ખાનગી વાહન નો ઘ્વારા ઉંચા કોટડા ૫હોચી શકાય છે.ભાવનગર બસ સ્ટેન્ડે થી ઉંચા કોટડા આવવા ની બસ મળે છે.મહુવા બસ સ્ટેન્ડ થી ઉંચા કોટડા આવવા સીધી બસ મળે છે.

અગત્યના દિવસ:
ઉંચા કોટડા ના મહત્વના દિવસો માં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે.આ માસ દરમ્યાન શકિત ઉ૫સના નો સમય છે.

ચૈત્ર પુનમ ને દિવસ મેળો ભરાય છે.લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસો માં બાજુના ગામો માંથી લોકો દર્શન કરવા આવે છે.પ્રવાસ તરીકે એક મહુવા તાલુકો નુ એક શકિત પીઠ છે.

ચૈત્ર પૂનમ એટલે ધર્મસ્થાનનો વાર્ષિ‌ક દિન
આ તર્થિમાં ટ્રસ્ટ દ્વારા લાપસી-પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બળતણ, જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈપણ જાતનાં ભેદભાવ વિના સાર્વજનિક ભોજન-પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાઈ છે. ચૈત્રી પૂનમ ‘હનુમાન જયંતિ’ આ ધર્મ સ્થાનનો વાર્ષિ‌ક દિન હોઈ આ પાવન દિવસે અહીં દર્શન, પૂજન પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ તર્થિની વિકાસ વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓ આગેવાનો અને ગામેગામનાં સેવા મંડળો ભક્તિપૂર્વ સેવા બજાવી રહ્યા છે.

અનુકુળ સમય:
અનુકુળ સમય ચૈત્ર માસ ધણો મહત્વ નો દિવસ છે.

પર્યટન વિકાસ માટે શ્રેષ્ઠ સ્થળ:
સમુદ્ર તટે ઊંચી ટેકરી પર આવેલ ચામુંડા તર્થિનો પર્યટન વિકાસ માટે શ્રેષ્ઠ સ્થળ છે. પરંતુ આ સ્થાનકનાં વિકાસ માટે સરકારી રાહે ગંભીર પ્રયત્નો યોજનાં થઈ નથી, મહુવા-તળાજાથી મળતી એસ.ટી.ની સુવિધા અપૂરતી છે, પાકા-મજબૂત રસ્તાનાં અભાવે ખાનગી વાહનચાલકો, પદયાત્રીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. છતાં લાખો યાત્રિકો, અનન્ય શ્રદ્ધાળુઓનાં દાન-સખાવતનાં પ્રવાહથી આ તર્થિનો સ્વયંભૂ અવિરત વિકાસ થઈ રહ્યો છે.

PHOTO GALLERY: Shri Chamunda Mata Temple -Uncha Kotda (the temple suited in Uncha Kotada of Bhavnagar district and mata chamunda siting here )

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators