જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો
જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે દશમી તિથિ ક્ષય હોવાથી ચાર દિવસનો મેળો થશે. એટલે કે તા.૨૪મી ફેબ્રુઆરીથી તા.૨૭મી ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાશે.
નવનાથ, ચોસઠજોગણીઓ, બાવન પીર, અને તેત્રીસ કોટી દેવતાઓ ના જ્યાં વાસ છે એ પાવનકારી ગીરનાર ક્ષેત્રમાં મહા વદ નવમી ને સોમવારથી ધ્વજારોહણ અને હર હર મહાદેવ ના જાય ઘોષ સાથે મહા શિવરાત્રી ના પરંપરાગત મેળાનો પ્રારંભ થશે દેશભર માંથી સાધુ સંતો ગીરનાર તળેટીમાં આવી પહોચ્યા છે. ૨૪-૨-૨૦૧૪ સોમવારે સવારે ૯ વાગે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ બાદ પરંપરાગત મેળાનો પ્રારંભ થશે, ગુરુવારે મહાશિવરાત્રીના રોજ અંતિમ દિવસે ત્રણેય અખાડાના સાધુ સંતો અને દિગંબર સાધુઓ અલગારી ભક્તિમાં ભગવાન દતાત્રેયની પાદુકાનું પૂજન કરી રવેડી સ્વરૂપે તળેટીમાં ફરશે, રાત્રે ૧૨ વાગ્યે ભવનાથ મંદિરના પરિસરમાં મુર્ગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાનું સમાપન થશે…
હર હર મહાદેવ