Maanvo Hoy to Ras Maani lejo paanbai | કાઠિયાવાડી ખમીર
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ

Ganga Sati

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે’વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો.

રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે’ણી થકી રોમરોમ ભીંજાય,
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,
રે’ણી થકી ઉગાવો જોને થાય … માણવો.

રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે’ણી થકી અમર જોને થવાય,
રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે’ણી થકી પાર પોગી જોને જવાય … માણવો.

રે’ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે’ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે’ણી પાળ્યેથી આનંદ વરતાય … માણવો.


– ગંગા સતી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators