ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ.
હરણનો શિકાર ના ચાહનાર ચારણે દુહો કહ્યો, કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર પર પ્રતીબંધ મુક્યો. રાજાનુ મન પરિવર્તન કરનાર દુહો આ પ્રમાણે હતો,
પાપી નરકે સિધાવ્યા, ધરમી સરગે ગયા,
વાટું બે જાણુ છું વજા! (હવે) પોસાય એમણો જા.