આપણા હિન્દુ કલેંડરની દરેક પૂનમ શ્રેષ્ઠ ગણાય છે. લોક વાયકા મુજબ રાજા રણછોડ પૂનમે હજરા હજૂર દેખાય છે. પૂનમે લાખો લોકો ચાલીને ડાકોરના રાજા રણછોડના દર્શનાર્થે જાય છે.
કારતકી પૂનમ [દેવદિવાળી] :- દેવોની દિવાળી તેમજ તુલસી વિવાહ
માગશર પૂર્ણિમા:- દત્ત જયંતિ તેમજ વ્રતની પૂનમ ગણાય છે.
પોષી પૂનમ:- શાકંભરી પૂનમ, માઘી સ્નાનપ્રારંભ
મહા પૂર્ણિમા:- વ્રતનો શ્રેષ્ઠ દિવસ.
ફાગણ પૂનમ:- હોળી
ચૈત્રી પૂનમ:- હનુમાન જયંતી
વૈશાખી પૂનમ:- બુદ્ધ પૂર્ણિમા
જેઠ પૂનમ:- વટ સાવિત્રી
અષાઠી પૂનમ:- ગુરુ પૂર્ણિમા
શ્રાવણી પૂનમ:- રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ
ભાદરવા પૂનમ:- શ્રાદ્ધનો પ્રથમ દિવસ, શ્રાદ્ધની શરુઆત
આસો પૂનમ:- શરદ પૂનમ