વર્ષો પેલાની વાત છે,
બપોરનો સમય રસ્તો સૂમસામ હતો,
આ રસ્તે એક ડોશીમાં કોઈની રાહ જોઈ બેઠાં હતાં,
બાજુમાં ઘાસ– લાકડાનો ભારો હતો, અચાનક એક યુવાન ઘોડો પર સવાર થઈને નીકળે છે..
ડોશીમાએ ઘોડેસવારને ઉભો રાખી ને કીધું.. દીકરા જરા ઊભો રે’જો આ ભારો માથે ચડાવતો જા,
ઘોડેસવાર નીચે ઉતરી ભારો ચડાવે છે,
ડોશીમાં એ ઘોડેસ્વારને આશીર્વાદ આપે છે “ભગવાન તારું ભલું કરશે,તું દયાળુ છે,સુખી થજે”, ડોશીમાં એકી શ્વાસે બોલી ગયાં, ફરી એમનાથી નિસાસો નાખી બોલ્યાં
“હજુ ઘેર પહોંચતા બે વિસામા લેવા પડશે કોઈ વચ્ચે ઉપાડનાર નહીં મળે તો?, કોણ જાણે ક્યારે ઘરે પહોંચીશ”
યુવાન ઘોડેસવાર આં બધું સાંભળી પોતાના રસ્તે ઉપડ્યો, રસ્તામાં યુવાનના વિચારોએ વેગ પકડ્યો, ‘આવા વેરાન માર્ગ પર વૃક્ષો પાણીની પરબો અને વિસામો તો ખરેખર હોવાં જોઇએ” અને તરત જ બીજે દિવસે કામ શરુ કરાવી દીધું, આ સુમસામ રસ્તો ગોંડલ સ્ટેટ નો હતો અને ઘોડેસવાર એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા,
મહારાજા ભગવતસિંહજી ખરા અર્થ માં પ્રજાવત્સલ હતા એનું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે, આજે પણ ગોંડલ સ્ટેટ માં ક્યાંક ક્યાંક આવા વિસામા જોવા મળશે જેને દેશી ભાષામાં થાકલો કહેવામાં આવતો.
– તસ્વીર: રસિકભાઈ ગલચર, પોસ્ટ – ભાર્ગવ અડાલજાની ફેસબુક વોલ પરથી