– રાજાશાહી પોરબંદર (ઇ.સ.૧૬૦૦ પછી)
અંગ્રેજ શાસન ના સમયમાં પોરબંદર રજવાડું હતું.
રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા, જેમણે ૧૬મી સદીના મધ્યભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું. રાજ્યનું ક્ષેત્રફળ ૧૬૬૩ ચો. કિ.મી. ૧૦૬ ગામડાઓ અને વસ્તી ૧,૦૦,૦૦૦ ઉપર (ઇ.સ. ૧૯૨૧) હતી. ૧૯૪૭માં રાજ્યની મહેસૂલી આવક રૂ. ૨૧,૦૦,૦૦૦/- હતી. રાજ્યકર્તાને “મહારાજા રાણાસાહેબ” નો ખિતાબ અને ૧૩ તોપની સલામી હતી.
પોરબંદર ના અંતિમ રાજવી લેફ્ટિનેટ કર્નલ H. H મહારાજા રાણા સાહેબ શ્રી નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા બહાદુર ભારત માં પહેલા ક્રિકેટ ટીમ ના કેપ્ટન હતા.