સિંધુ રાગ સોહામણા,શૂર મન હરખ ન માય,
શિર પડે ધડ લડે, એના વધામણા વૈંકુઠ જાય.
શિર પડે ધડ લડે,તુટે બખતરાં કોર,
આભ ઊલટે ને ધરા પલટે,જબ છુટે જાલોર.
રંગ રાજપુતા રંગ હે,રણમા ઝૂઝણહાર;
મારણ મરણકે,કારણે ધર્યો ધરણ અવતાર.
રણવાટ ચડે ઘમસાણ લડે,લડતા જ પડે નહી પીઠ દિખાવે;
સિંહબાળ શૂરા,નરવિર પુરા,કરે શત્રુ ચુરા જડમુળ મિટાવે.