હેઈ………..હેજી રે
હે…. રણુજાના રાજા, અજમાલજીના બેટા વીરમદેના વીરા,
રાણી હેતલના ભરથાર મારો હેલો સાંભળો હો… હો.. હોજી
હેઈ… હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર
જાતરાયુ થાય મારો હેલો સાંભળો હો.. હો.. હોજી
હે……… હે જી રે….
હે… વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક પુત્ર ઝૂલે પારણે તો
જાતરા કરશું એક મારો હેલો સાંભળો હો..હો..જી
હે……. હેજી રે….. વાણિયો ને વાણિયણ જાતરાએ જાય માલ દેખી
ચોર એની વાંહે વાંહે જાય મારો હેલો સાંભળો હો.. હો..જી
હે….. હેજી રે… હે… ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ બે હતા
વાણિયાને તીજો થયો સાથ મારો હેલો સાંભળો હો… હો…જી
હે…… હેજી રે…… ઊંચા ઊંચા ડુંગરા ને વચમા છે ઢોલ મારી નાખ્યો
વાણિયા ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો હો.. હો…જી
હે………………. ઊભી ઊભી અબળા કરે રે પુકાર સોગટે રમતા પીરને
કાને ગયો સાદ મારો હેલો સાંભળો હો.. હો..જી
હે લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વ્હારે ચઢ્યા
રામ દે પીર મારો હેલો સાંભળો હો… હો… જી
હે…ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો ચારે ભુવનમાંથી
શોધી લાવું ચોર મારો હેલો સંભળો હો… હો…જી
હે… ભાગ ભાગ ચોરડા તું કેટલેક જઈશ વાણિયાનો માલ
તું કેટલા દા’ડા ખઈશ મારો હેલો સાંભળો હો.. હો.. જી
રામદેવપીર નો હેલો : મન્ના ડે ના અવાજમાં