૨૭-૧૧-૧૯૪૦ થી ૧૭-૦૫-૨૦૦૬ (અમરેલી)
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ.
રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર.
રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય.
રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’.
આ ‘છ અક્ષરનું નામ’ અચાનક અ-ક્ષર થઈ ગયું.
સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે.
રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !
કાવ્ય સંગ્રહો:
- છ અક્ષરનું નામ (૧૯૯૧)
સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો:
- ક્યાં (૧૯૭૦),
- ‘ખડિંગ (૧૯૮૦),
- ત્વ’ (૧૯૮૦),
- સનનન (૧૯૮૧),
- ખમ્મા, આલા બાપુને! (૧૯૮૫),
- મીરાં સામે પાર (૧૯૮૬),
- વિતાન સુદ બીજ (૧૯૮૯),
- અહીંથી અંત તરફ (૧૯૯૧).
ત્યાર બાદ:
- છાતીમાં બારસાખ,
- લે તિમિરા! સૂર્ય,
- ચશ્માંના કાચ પર’ અને
- સ્વગતપર્વ.
નવલિકા:
- સ્તનપૂર્વક
નાટક:
- સગપણ એક ઉખાણું,
- સૂરજને પડછયો હોય,
- તરખાટ.
લેખો:
- હોંકારો આપો તો કહું.
બાળ સાહિત્ય:
- હાઉક,
- દે તાલ્લી,
- ચીં,
- હફરક લફરક,
- દરિયો ઝુલ્લમ ઝુલ્લા,
- હસીએ ખુલ્લમ ખુલ્લા,
- જંતર મંતર છૂ.
સંપાદન:
- ગિરા નદીને તીર,
- આ પડખું ફર્યો લે!.