રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ રૂપાયતનની મુખ્ય પ્રવૃતી છે. રૂપાયતન આશ્રમશાળામાં બાળકોને રહેવા – ભણવા – તથા – જમવાની સુવિધા તદ્દન મુફ્ત આપવામાં આવે છે. આ આશ્રમશાળા ગ્રાન્ટેડ શાળા છે.
રૂપાયતન સંપુર્ણ કુદરતી પર્યાવરણ વચ્ચે આવેલ છે. રૂપયાતનની ચારે બાજુ ગીરનારની પર્વતમાળા આવેલી છે. રૂપાયતન દ્વારા બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ પુરુ પાડે છે. રૂપાયતન માત્ર શિક્ષણ ક્ષેત્ર સાથે જ જોડાયેલ નથી, બલ્કે અહીં ઘણી બધી બીજી સામાજીક પ્રવૃતીઓ કરવામાં આવે છે. રૂપાયતનમાં સાહિત્ય, બાલ બભવ, શિક્ષણ વગેરેને લગતાં કાર્યક્રમો ગોઠવવામાં આવે છે.
દિવ્યસેતુઃ
અહીં રૂપાયતનમાં દિવ્યસેતું આવેલ છે. જેના પર ચડતાં ગીરનાર પર્વતની આખી શૃખંલા નજર આવે છે. આ સ્થાન (દિવ્યસેતુ) માટે કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ “દત્ત થી દાતાર લગ” નામની ગઝલ સમર્પીત કરી છે.
મકરન્દ દવે ગ્રંથાલયઃ
રૂપાયતન ખાતે એક મોટુ ગ્રંથાલય આવેલ છે. મકરન્દ દવે ગ્રંથાલય નામનાં આ પુસ્તકાલયમાં લગભગ બધા વિષયોને આવરી લેતાં પુસ્તકો છે.
નરસિંહ મેહતા એવોર્ડઃ
છેલ્લા કેટલાક વર્ષોથી નરસિંહ મહેતા એવોર્ડ પૂ. મોરારી બાપુના આશીર્વાદથી રૂપાયતન ખાતે આપવામાં આવે છે. નરસિંહ મેહતા સાહિત્ય નીધી અને રૂપાયતનના યજમાન પદે યોજાનાર આ કાર્યક્રમ સરદ પુનમનાં દિવસે રાખવામાં આવે છે.
વેબસાઈટ: http://www.rupayatan.com/