કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર,
કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર..
છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ,
ક્યારેક પ્રિયતમનું લખાવતી સુંદર નામ..
કોઈ લખાવે ૐ, તો કોઈ સીતા રામ,
કોઈ લખાવે શ્યામ, તો કોઈ રાધા નામ..
કોઈ જોવા મળે તરણેતરના મેળે,
કોઈ જોવા મળે આરાસુરના મેળે..
ઘૂંઘટમાં ઝીણું મલકાતી છૂંદણાં કેરી નાર,
હૈયે હરખ ના મા’તો છૂંદણાં કેરો જોઈ હાર..
– દિનેશ કવિરાજ (ડીસા)…
આ પણ વાંચો
– છુંદણા ત્રોફાવવાની પરંપરા અને છુંદણાનો ઇતિહાસ