સંતો અને સતીઓ

ભક્ત કવિશ્રી સાંયાજી ઝૂલા

Sayaji Zula
Poet Saint Sayaji Zula

નાગદમણના કર્તા કવિ શ્રી સાંયાજી ઝૂલા ઇડર પ્રદેશના લીલાંછા ગામ, સોલંકીરાજ જયસિંહ આલાજી ઝુલાને આપેલ જેમની નવમી પેઢીએ સ્વામીદાસ ઝૂલા શિવભક્તોને ત્યાં શિવજીના વરદાનથી જન્મેલ બાળક સાંયાજીનો જન્મ સંવત ૧૬૨૪ ભાદરવા સુદ – ૯ નો થયો હતો.
સયાજીના લગ્ન રહેડા ગામના મહેડુ શાખાના દીપજીના પુત્રી ઉમેદબાઇ સાથે થયા હતા. સયાજીને કોઈ સંતાન ના થતા દેવરાસણના રત્નુ શાખાના ભનાજીના પુત્રી સુવાગણ સાથે બીજા લગ્ન થયા હતા, જેનાથી પરમાનંદજી, વિઠઠલદાસજી, દિનકરજી, હરિદત્તજી નામે ચાર પુત્રો થયા. સાંયાજીની ભક્તિ ભાવનાને કારણે ગુજરાત રાજસ્થાન કચ્છ કાઠિયાવાડમાં ભક્ત કવિ તરીકે ઘણી ખ્યાતિ થઇ.

સંવત ૧૭૦૩ શ્રાવણ સુદ – ૨ પ્રાતઃ કાળના યમુનાજીના પવિત્ર જળમાં પ્રવેશ કરી પોતે અને એમના પત્ની સુવાગણબા જળસમાધિ દ્વારા દેવલોકમાં સિધાવી ગયા.

સાંયાજી ઝૂલાની કાવ્ય પ્રસાદી નાગદમણ

વીધીજા શારદ વિનવું, સાદર કરો પસાય;
પોવડા પનગા સિરે, જદુપતિ કીનો જાય.. ૧


હે બ્રહ્મ તનયા એવા ભગવતી સરસ્વતી ! તમે મને ઉત્તમ વાણી નું પ્રદાન કરો. જેથી યદુનાથ એવા શ્રી કૃષ્ણે જે યુદ્ધ કાલિયનાગના શિર પર ચડીને કર્યું તેને હું વર્ણવી શકું

પ્રભુ ઘણાયાં પાડિયા, દૈત વડાયા દંત;
કે પાલાણે પોઢીયા, કૈ પયપાન કરંત.. ૨

હે પરમેશ્વર ! તમે ઘણા મોટા દૈત્યોના દાંતોને કા તો પારણે સુતા સુતા કે પછી માતાનું સ્તનપાન કરતા કરતા જ (લીલા માત્રમાં) તોડી પાડ્યા છે.

કીણે ન દીઠો કાનવો, સુણ્યો ન લીલા સંઘ;
આપ બંધાણા ઊંખળે, બીજા છોડાણ બંધ.. ૩

જેમની લીલાઓના (અપૂર્વ) સમૂહને હજી કોઈએ (પૂર્ણ પણે) સાંભળ્યો નથી, તેમ જે કૃષ્ણને હજી કોઈ (પૂર્ણ પણે) જોઈ શક્યું નથી; એવા એ સંસારના બંધનો છોડાવનાર પ્રભુ પોતે જ (સ્નેહવશ) માતા યશોદા દ્વારા ખાંડણિયા સાથે બંધાયા હતા.

Photo Gallery Sayaji Fort & Temple Kuvava Ider

Sayaji Zula Fort & Temple:

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators