આ મૂર્તિ જગતના કોઈ કારીગરે ઘડી નથી અને ભવિષ્યમા ઘડાશે પણ નહિ એવી સાયલા મા શેષનારાયણ મૂર્તિ જે હાલ હયાત ચેતન છે, મિત્રો સાયલા ભગતનું ગામ જયા સ્વયમ અખિલબ્રહ્મડ નો માલિક બીરાજે છે, જે મૂર્તિ આજથી પોણા બસો વરસ પહેલા રાજા કરણ શેઠ શગાળશા અને નરસિંહ મેહતા નો અવતાર ગણાતા શ્રી લાલજી મહારાજને સ્વપ્ન આપી કહ્યું હતું કે તું મને દિવ બંદરથી સાયલા લઈ જા, અને લાલજી ત્યા જાય છે પણ એ વખતે અંગ્રેજોનું શાસન, આ મૂર્તિ અમારે ત્યાથી મળી એટલે એમે ન લઈ જવા દેવી, ત્યારે સંતે કહ્યું કે આ મૂર્તિ એની જાતે રથમાં ચડે અને વગર ઘોડે રથ હાલે તો માનસો કે..?
આવી રીતે મિત્રો વગર ઘોડે રથ હાલ્યો અને મૂર્તિ સાયલા આવી, આ પરચો લાલજી મહારાજ ની હયાતી મા બનેલ ..આ જગ્યાએ અન્નક્ષેત્ર ચાલુ છે
ભગવાનના કહેવા મુજબ
“કોઈએ આ જગ્યાએથી ભૂખ્યું પાછુ જવું ના પડે… નહીતર હું આ સ્થળે થી દૂનિયા જોશે તેમ ચાલ્યો જઈશ”
આજે પણ ત્રણ ટાઈમ હરિહર નો સાદ આ જગ્યાએ પડે છે.