ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન નહોતું,
પણ લલિતાઓર્મિઓનું ધન હતું, સાહસનું સાથી હતું, વાચાવિહોણુ તોયે વાતું કરનારુ હતું, અને કવિતાઓનું પ્રેરક હ્તું, ઘોડો એટ્લે જીવનના ત્રિવિધ સાફલ્યતા માંહેનુ એક સાફલ્ય :
તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ;
જનમ આકરણ હી ગયો , ગોરી ગળે ન લગ્ગ..
તેજસ્વી ઘોડા જો ન માણ્યા, સુભટ શત્રુનાં શિર પર જો સમશેર ન ભાંગી,
અને ગોરી નારી જો ન લાગી, તો તો જન્મ વ્યર્થ ગયો કહેવાય!
“પતાળ લોક ની નાગપાદમણી” આવુ બિરૂદ મેળવેલી ભેંસો. જેણે લોકકવિ ઓના નયનોમાં જે કાવ્યાંજન આંજતી તે આજની બબ્બે ચોટ્લા વાળતી સુંદરીઓથી જરાક પણ ઊતરતું નહોતું..
“મેયું અંબોડાળિયું , દો દો શીંગડા વટ ,
શેડ્યુંરા ધમોડા મચે, તલ માચે ગેગટ..”
આંટા લઇ ગયેલાં બેઉ શીંગડારૂપી બે અંબોડા વડે શોભતી ભેંસો હોય અને એનાં દૂધની ધારઓ દોહતી વેળાએ ગુંજતી હોય , ત્યારે જીવનમાં મસ્તી મચે.
આ માટે તો કવિઓએ ભેંસ માટે બિરુદ-ગાન પણ બાનાવ્યું છે…. પચ્ચીસ વર્ષના એક કવી ગીગા બારોટ દ્વારા રચાયેલું પશુધન માટેનું કાવ્ય..
” ગણું નામ કુઢી તણાં , નાગલ્યું ગોટક્યું,
નેત્રમ્યું, નાનક્યું શિંગ નમણાં.ગીણલ્યું , ભૂતડ્યું , ભોજ , છોગાળિયું,
બીનડ્યું , હાથણી , ગજાં બમણાં.ભીલીયું , ખાવડ્યું , બોઘડ્યું , ભૂરીયું ,
પૂતળ્યું ઢીંગલ્યું ,નામ પ્રાજા.ભગરીયું ,વેગડ્યું , વાલમ્યું , ભાલમ્યું,
રાણ ખાડુ તણાં જાણ રાજા !દાડમ્યું , મીણલ્યું , હોડક્યું દડકલ્યું ,
ગેલીયું , મુંગલ્યું , રૂપ ગણીએ.સાંઢીયું , બાપલ્યું , ધ્રાખ ને સાકરું ,
પાડ ગાડદ તણા કેમ ગણીએ.
ઉપર પંક્તિઓમાં નામો હતાં અને હવે ભેંસોના રૂપ વિશે એઓ લખે છે :
ઓપતાં કાળીયું , શિંગ આંટાળીયું,
ભાળીયું પીંગલાં આઉ ભારે ;ધડા મચરાળીયું , ડુંગરા ઢાળીયું,
હાલીયું ગાળીયું , ખડાં હારે.
એકલું રૂપ જ નહિં પણા એના બચ્ચા પરનું મસ્ત વાત્સલ્ય, એ એના રૂપનો અનિવાર્ય અંશ હતો, તે વગર તો પયદાત્રી જનેતાની શોભા શી !
હાલીયું પારવાં પરે હેતાળીયું,
ઝરે પરનાળીયું મેઘ જેવાં.દાખતાં વીરડા જેમ દુધાળીયું,
મોંઘ મૂલાળીયું દીએ મેવા.
ચારણ ગીત : રચનાર ગીગા બારોટ