ગુજરાત રાજયના જામનગર જિલ્લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે દ્વારકા નગરી ગોમતી નદીના કિનારે વસેલી હતી. જ્યાં સાગરનો અંતિમ કિનારો આવેલ છે. સુવર્ણનગરી દ્વારકા ના ડૂબી જવા અંગે મળેલી ઐતિહાસિક બાબતો પુરાતત્વ અને દરિયાઈ સંશોધન માટે રસપ્રદ છે. કારણ કે આ અંગે કરવામાં આવેલા સંશોધનો પરથી જાણવા મળે છે કે આ દિશામાં કરવામાં આવેલ સંશોધન પરથી પ્રાપ્ત થતી વિગતો ભારતના ઈતિહાસની અગત્યતા, અંધારામાં રહેલી બાબત પર પ્રકાશ પાડી શકશે.
દ્વારકાધીશનું ૪૩ મી. ઉંચુ સાત માળનું વિશ્વપ્રસિદ્ધ જગદમંદિર ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ સ્થળે આવેલું છે. મંદિરનો અંદરનો ભાગ ૧૩મી સદીનો હોય એવું દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે અન્ય હિસ્સાઓ…. જેમકે મધ્યખંડ, જે લાડવા મંડપ તરીકે ઓળખાય છે. તે ઉપરાંત પ્રેરણારુપ શિખરો પંદરમી સદીની શિલ્પકલાનું પ્રમાણ છે. ગોમતી નદીના તટપર અન્ય અનેક પુરાતન મંદિરો પણ આવેલા છે.
દ્વારકાધીશ મંદિર સંકુલમાં પ્રદ્યુમનજી, દેવકીજી, પુરુષોત્તમજી, કુશેશ્વર મહાદેવ અને આદ્ય જગદગુરૂ શંકરાચાર્યએ નવમી સદીમાં સ્થાપેલ શારદાપીઠ પણ જોવા મળે છે. હજારો વર્ષ પહેલા મોટી નૌકાઓ ગોમતીઘાટ પર લાંગરવામાં આવતી. પરંતુ ૧૮૯૦માં મહારાજા ગાયકવાડે ત્યાં પથ્થરની દિવાલ બનાવી લીધી. આ દિવાલના અવરોધને કારણે ગોમતી ઘાટનું પાણી સમુદ્રમાં ઠલવાતું અટકી ગયું.
આ સ્થળે પશ્ચિમ દિશામાં દરિયાઈ દેવ સમુદ્રનારાયણનું મંદિર આવેલું છે. જે વરુણદેવના નામે પણ ઓળખાય છે. આ મંદિર પુરાતત્વની દષ્ટિએ, ઐતિહાસિક બાબતોના સંશોધનનો રસપ્રદ વિષય બની શકે એમ છે. જે પુરાણા બંદર પાસે આવેલ છે. ભૂસ્તરીય હિલચાલને પરિણામે જે સ્તરો બનેલા એના નમૂના પરથી એમની ઐતિહાસિક અને ભૂતકાળમાં બનેલી સામુહિક ઘટનાઓનો ખ્યાલ આવે છે. આ કથા સ્તર મળી આવેલા રાતા રંગના અવશેષો તેમજ ૧૦ અને ૧૦બ પર મળી આવેલા આ પદાર્થો સાબિત કરે છે કે પ્રાગૈતિહાસિક કાળમાં વહન થઈ આવેલા પદાર્થો ત્યાં જમા થયા હશે. નવમાં સ્તરમાં પીળી રેતી તથા દશમાં સ્તરમાં રાખોડી સ્લીટ મળી આવે છે. જ્યારે દશમાં સ્તરમાં ગુલાબી ગીમ ધરાવતી રેતી અને ૧૧માં સ્તરમાં કશાય વિશેષ પદાર્થો વગરનું છે.
દ્વારકા ના ખોદકામ દરમ્યાન મળી આવેલ પાણી ગરમ કરવાના દેગડા, અન્ય પ્રતિકૃતિઓ રંગપુરથી મળી આવેલ વાસણો ત્યાં જ છે. ૧૯૭૯ થી ૧૯૮૦ના ખોદકામે દ્વારકા ની ઈ.સ.ની પંદરમી સદીથી વિક્રમ સંવતની ૧૫મી સદીની પ્રાચીનતાને ઉજાગર કરી છે. અને ૩૫૦૦ વર્ષ પહેલાના દ્વારકાના ભૂસ્તરોનાં કિનારે થયેલી ભૂસ્તરીય હિલચાલ ઉપરાંત જે કંઈ દરિયાઈ પરિબળને કારણે ફેરફાર થયા છે. તેનો ખ્યાલ આવે છે. લગભગ આઠેક વખત થયેલા ફેરફારો અને તેના પુન: સ્થાપનને કંઈક આ રીતે વર્ણવી શકાય. (આઈ.એ.આર. ૧૯૭૯-૮૦-૨૨) પહેલી વખતના સ્થાપન બી.સી.ની ૧૫મી સદીમાં કરવામાં આવેલ જે ડૂબી ગયું અથવા ધોવાઈ ગયું. બીજું ૧૦મી સદીમાં કરવામાં આવેલ. ત્યારબાદ ઘણા લાંબા અંતરાલ પછી ત્રીજુ સ્થાપન કરવામાં
લાલ રેખાઓ નજરે ચડે છે. જે દર્શાવે છે કે વર્કિંગ લેવલ કરતાં ઉંચું જોઈ શકાય એ માટે પ્લીંન્થ ખુલ્લી રાખવામાં આવેલી.
જ્યારે દરિયાના મોજા કે તોફાનને કારણે પહેલું મંદિર નષ્ટ થઈ ગયું. ત્યારે બીજું મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું. જ્યારે બીજુ મંદિર પણ નષ્ટ થયું ત્યારે વિષ્ણુનું મંદિર નવમી સદીમાં જેને શક્યતઃ બારમી સદીમાં વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું, તોફાની હવાને કારણે એના છાપરા ઉડી ગયા હશે. જેથી પ્લીન્થ અને દિવાલો ખુલ્લા રહી ગયા હશે. મોટું મંદિર તેના તરતના જ સમયમાં બાંધવામાં આવ્યું.
હાલનું દ્વારકાધીશનું મંદિર આ શ્રેણીમાં પાંચમીવાર બાંધવામાં આવેલ મંદિર છે. આ ૧ થી ૫ વખત બંધાયેલ મંદિર ત્રણથી સાત સુધીના દ્વારકાના નવસર્જનના સમાંતર છે. હાલનું દ્વારકા ગામ એ દ્વારકા નું આઠમું રૂપાંતરણ છે.
ત્રીજા સંશોધન કાર્ય વખતે મધ્યમ કદની ટ્રાન્સિસ્ટ લાઈનના સ્ટ્રક્ચર્સ (થાપણા) મળેલ. જે ૨૦૦ થી ૫૦૦ મી. એસએન મંદિરથી દરિયાની દિશામાં દૂર હતી. વનસ્પતિ અને કાદવીયા સ્તરોને દૂર કરતાં આ બાબત ધ્યાનમાં આવી હતી. તેનો અભ્યાસ કરતી એક બાબત ખાસ ધ્યાનાકર્ષક બની હતી કે એકસરખા મોટા ચૂનાના પથ્થરના ચોસલા પ્લીંમ્પ કે (૧.૫×૧×૦.૫ અને ૧× ૦.૭૫×૦.૩ મી) જે માપણ બાંધકામમાં વાપરવામાં આવેલ હતાં.
અભ્યાસની અનુકૂળતા માટે આ પથ્થરોને ચાર વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ હતા. જેને એ અને ડી વર્ગીકૃત કરવામાં આવેલ હતાં. જે મુજબ એસ.એન. થી ૧૨ – ૧૩ અંતરે આવેલ બ વિભાગમાં તેમજ ૨૬,૨૭ થી નજીક આવેલ અને એસ.એન.થી સૌથી ૧૨ મળી આવેલ નમૂનાઓનો ડી માં સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પ્રકારના બાંધકામમાં બે બાજુઓ હતી એ કહેવું મુશ્કેલ હતું કે તે એક મોટી ઈમારતનો કોઈ ભાગ હોય. પરંતુ ક્રિએન્ટિક પ્લાન અને થોડેક નજીકથી મળી આવેલા ચંદ્ર પથ્થર પરથી એ માન્યતાને પુષ્ટિ મળે છે કે આ બાંધકામ એ જગદમંદિર નો હિસ્સો છે. કારણ કે મંદિરના પ્રવેશદ્વાર પાસે જ પ્રથમ સોપાન ચંદ્ર પથ્થર મૂકવામાં આવે છે. આ બન્ને પથ્થરોમાનાં એક પથ્થરમાં ફાટ જોવા મળેલ છે. જે બાજુના પથ્થરને જોડવા માટે બનાવવામાં આવે છે.
ઈ.સ. ૧૯૮૬માં ચોથા સંશોધન કાર્ય દરમ્યાન જાણવા મળ્યું કે મેશનરીની દિવાલનાં ઉપરના ભાગના પથ્થરોને સમુદ્રના પ્રવાહ અને ભરતીને કારણે નુકશાન પહોંચેલું હતું. હકીકતમાં આ પથ્થરો કાદવ અને વનસ્પતિના જાડા થર નીચે આવેલ હતાં. આ વધારાના ભારને હટાવીને દિવાલને બીજી બાજુથી ખુલ્લી કરવામાં આવી અને આજુબાજુથી ખોદકામ કરીને ઓછામાં ઓછી બે દિવાલોનો અભ્યાસ કરી શકાય એ રીતે ખુલ્લું કરવામાં આવ્યું.
આ ચોથું સંશોધનકાર્ય થોડા સમય માટે વિકટ બની ગયું હતું. આ વખતે એ જાણવા મળ્યું કે ત્યાંથી મળી આવેલા ત્રણ તરફથી જોડી શકાય, પકડ ધરાવતા પથ્થર મળી આવ્યા હતાં. જે બી. સી. ની ચૌદમી અને બારમી સદીમાં સાયપ્રસ્ત અને સિરિયામાં મળી આવતાં હતાં. આ પથ્થરોમાંથી એકને કાળજીપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યો. થોડું નુકશાન થયું હોવા છતાં પણ એ ઘણી જ જહેમત પછી કાઢી શકાયો.
વર્ષના જુદા જુદા સમયગાળા દરમ્યાન ઓકટોબરથી મે સુધી કરવામાં આવેલ ખોદકામ દરમ્યાન એ તારણ કાઢવામાં આવ્યું કે દરિયાઈ સંશોધન કાર્ય માટેની સૌથી સારી ઋતુ નવેમ્બરના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય સુધી અનુકૂળ રહે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ કયારેક કાશ્મીરમાં ભારે બરફ વર્ષાના કારણે ઉદભવતા અતિશય ઠંડા પવનોને કારણે સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારમાં ભારે ઠંડી પડે છે. અને દરિયો અચાનક જ તોફાની બની જતો હોય છે.
અંતે, ૧૩મી ડિસેમ્બર ૧૯૮૬માં દરિયો ખૂબ જ તોફાની બન્યો. ૫ થી ૬ મી ઉંચે સુધી ઉછળતા તોફાની મોજાઓ ૨૦૦મી. સુધીના કિનારા પર પછડાઈ રહ્યા હતાં. દરિયામાંના ત્રીજા અને ચોથા સંશોધનકાર્ય વખતે સ્ટ્રકચરના સ્થળ પર લોખંડના સળિયા નિશાની રૂપે ગોઠવવામાં આવેલ હતા. ઉપરાંત વનસ્પતિ અને કાદવના થરોને દૂર કરવામાં આવ્યા હતાં. પાંચમું મિશન અતિ સફળ રહ્યું. આ વખતે અન્ય ત્રણ સ્ટ્રકચર મળી આવ્યા. જેના આવરણો દૂર કરતાં સ્ટ્રકચરની બાજુના કિલ્લાની દિવાલો મળી આવેલ એસ.એન. મંદિરમાં આઠસો મી. ઊંડે દરિયામાં હજારો સ્થાપ્ત્યના સભ્યો પડેલા રહ્યાં છે.
રેતી અને અન્ય વનસ્પતિથી ઢંકાયેલા અન્ય પાંચ સ્ટ્રકચરને એરલિફટ, એરજેટ વડે સાફ કરવામાં આવ્યા. કેટલાક સ્થળોએ મેશનરીની દિવાલોના અભ્યાસ કરવા માટે સ્ટ્રકચરની આજુબાજુથી એરજેટ વડે ખોદી કાઢવા પડેલ. ખોદકામ વખતે કાદવ, રેતી અને અન્ય પદાર્થોથી સીલ થયેલા સ્ટ્રકચરમાંથી કે દિવાલોમાંથી પત્થર છુટા પડી ઈજા પહોંચાડી શકે એવી ભયજનક શક્યતા હંમેશા રહે છે. ભારે પ્રવાહ, વમળ, ભરતીથી આ બાંધકામને વધુ નુકશાન પામતા અટકાવવા માટે નાના બાંધકામોને ખોલવામાં નહોતા આવ્યા.
આખા સંશોધનમાં મહત્વની વાત એ હતી. એસએન મંદિરથી ૬૦૦ મી. દરિયાની દિશામાં મળી આવેલા પિરામીડ આકારના બ્લોકસમાં સમગ્ર બાંધકામનો આંશિક હિસ્સો દર્શાવતા હતાં. દરિયાઈ વિસ્તારનાં આંતરિક સ્તરોમાંથી મળી આવતા બાંધકામના હિસ્સા જેવા કે ફોર્ટની દિવાલો બિલ્ડિંગના ખૂણાઓ અને અન્ય અવશેષો પ્રાગૈતિહાસિક કાળના છે એ અંગેની જાણકારી પ્રાપ્ત થઈ શકી છે. આ બાંધકામોના પાયા સુધી પહોંચવું શકય નથી. પરંતુ અન્ય પરથી જોતા એ બાબત સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે કે દરિયાની સપાટી પર બોલ્ડરને ગોઠવીને તેના પર દિવાલો અને કોસર્ડ રબર પેશનરીનનું બાંધકામ કરવામાં આવ્યું છે.
જય દ્વારિકાધીશ