હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ, જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી…
કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ,
શુરા અને શહીદો નિપજાવતી, મારી સોરઠ રતનની ખાણ…
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય,
તો લાજે સિહણના દુધડા…, ઈને ભાવની ભોઠપ થાય
કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે, જેની મા હોથલ પદમણી હોય…
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર,
શૂરા ”બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
સિંહણ બચ્ચું એક એકે હજારાં,
અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને…..
મોરલા ના ટવકા યાદ આવ્યા, હાવજ ની ડણકુ યાદ આવી ને,
બાપ આજ ગાંડી ગીર યાદ આવી..
ભલે ઊગ્યા ભાણ, ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.
કંકુવરણાં લૂગડાં, ધોવા લઈ જાય પાણો,
પવાલા જેવડા ચૂડલા, ઈ ઝાલાવાડી જાણો.
ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ.
એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ…
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ, જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી…
રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય Welcome to…
ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ…
જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ…
કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી…
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારાં,
કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ એવી શુરા અને શહીદો નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો,…
વંદન છે એવા પ્રજાવત્સલ રાજવીઓને… ભા’ કુંભાજી વિશે કોઇ કવિ એ તો કહ્યુ છે કે .. તેતર પણ…
હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના…
જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ…
એમ કહેવાય છે કે…, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્યા…