–તરણેતરનો ભાતીગળ લોકમેળો
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ૧૧ મી સપ્ટેમ્બર દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામિણ લોકોની સાથેદેશ – વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવેછે. ત્યારેમન પાંચમના મેળા એવા આ તરણેતરના મેળાનો ભવ્ય ભૂતકાળ અનેવર્તમાનનેઉજાગર કરતી માહિતી વાંચકો માટેરસપ્રદ બની રહેશે.
તરણેતરનો મેળો જ્યાં ભરાય છેએ ગામનું નામ અપભ્રંશ થતાં થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે, પાંચાલ વિસ્તાર છેસૌરાષ્ટ્રનો . પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતેધીરેધીરેજેજમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અનેહજારો વર્ષ કેલાખો વર્ષ સુધી ટકી રહી એ જેટોંચનો વિસ્તાર છેતેસૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.
પાંચાલનો ઘેરાવો બહું મોટો નથી પણ એનું સાંસ્કૃતિક , ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાંબહું મોટું મહત્વ છે. સ્કંધ પુરાણમાં એવો ઉલ્લેખ છેકે, ભગવાન વિષ્ણુંએ શિવજીનેપ્રસન્ન કરવા માટેતપસ્યા કરી અનેતેમને ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયાંઅનેછેલ્લું ૧ કમળ ખુટ્યુંત્યારેતેમણેપોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તેત્રિનેત્રેશ્વર કહેવાયા.
એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટેઆહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકેકેઆ વિસ્તારની ગરીબ પ્રજા, અહીનુંલોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કેઋષિકેશ ન જઈ શકેતો અહીં ગંગાજી શા માટેન આવે ? ગંગાજીના અવતરણનેનિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરેજેવા ધાર્મિક કાર્યો કરવા માટેઋષિપંચમીના દિવસેતરણેતર આવતા થયા, એ રીતેઐતિહાસિક રીતેમેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.
ઋષિઓની હાજરીમાં લોકો મળેએટલેલોકજીવનેધાર્મિક રંગ ચડે. ભજન, ભજનની રાવટીઓમાંઆવતા માણસો લોકગીતો દ્વારા ભગવાનની આરાધના કરતાં હશે, ભગવાન વિષ્ણુંને યાદ કરતા હશે. આમ મુખ્યત્વે ધીરેધીરેસૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિનો સમૂહ અહીંયા ભેગો થયો. એમાં ખાસ કરીનેમાલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, રબારી સમાજ, તળપદા કોળી સમાજ, ચુવાળિયા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી ગરાસીયા દરબારો, કાઠી દરબારો, અહીંયા કોઈ ધાર્મિક ભેદભાવ ન હોઈ જતવાડમાંથી જત ડાયરો આવે, કાઠિયાવાડમાંથી કાઠી ડાયરો આવેઅનેબધા અહીંયા સમૂહગત રીતેભેગા થાય.
PHOTO GALLERY: Tarnetar Fair Surendranagar, Zalawad, Saurashtra