વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને દરરોજ ગામમાં આવેલાં ડુંગરા પર આવેલાં એક ચમત્કારીક સંત ચંદનનાથ ને દરરોજ પોતાનાં ધરેથી કાવેરી ગાયનું દુધ પીવડાવવા લઈ જતાં એક દિવસ ચંદનનાથ પાતામણની મનોવ્યથા જાણી ગયા ને કહ્યું પાતામણ કાલે આવો ત્યારે થોડાં ચોખા ને સાકર પણ સાથે લેતાં આવજો. બીજા દિવસે પાતામણ પાછા ચંદનનાથ પાસે જાય છે. ચંદનનાથ પાતામણને ખીર બનાવીને આપે છે. અને કહે છે કે પાતામણ તમે તો મને તમારા સંસારની વ્યથા મને ન કહી પણ તમારા ચહેરા અને આંખો એ મને કહી દીધું, જાઓ પાતામણ આ ખીર તમે અને તમારા પત્ની જમજો તમારે ત્યાં પુત્ર નો જન્મ થશે અને એ બીજો કોઈ નહી પણ સ્વયં રણુંજાનો રામાપીરનો અવતાર હશે. તથા કાલે સવારે સુરજનું પહેલું કિરણ નિકળતાંજ ધુફણીયા છોડીને નીકળી જજો. જે સ્થાને સૂરજ આથમે ત્યાં નિવાસ કરજો. પાતામણ ચંદનનાથે કહ્યા મુજબ કરે છે. અને સાંજ પડતાં તે જે ગામમાં આવે છે તે ગામ એટલે પાળીયાદ, પાળીયાદનાં મોભી રામા ખાચર પોતે કાઠી છે અને પાતામણની ભક્તિ વિષે ઘણું બધું જાણે છે. તે પાતામણ માટે રહેવાંની વ્યવસ્થા કરી આપે છે. સમય વિતતો જાય છે અને વસંતપંચમી ને રવિવાર નાં દિવસે રણુંજાનો રાજવી પાતામણનાં ઘરે જન્મ લે છે. પાતામણે પોતાનાં પુત્રને વિસામણ નામ આપ્યું અને સંતોની કૃપાથી રામદેવપીર અવતર્યા અને વિસામણ એ વિસામણભગત તરીકે ઓળખાય છે.
ડાબો-જમણો દાનો-ગોરખ, હારે હનુમો વિર.
મનના ધાર્યા પાર પાડશે, વ્હાલો વિહળ પીર.!
પાળીયાદ જગ્યાનાં બીજા મહંત શ્રી લક્ષ્મણબાપુ એ તરણેતરનાં મેળામાં પોતાની પાધડી ને છોડીને બાવન ગજની ધ્વજામાં ફેરવીને ત્રીનેત્રેશ્વર મહાદેવને અર્પણ કરી પરચો પૂર્યો હતો. એટલે આજની તારીખે પણ તરણેતર નો મેળો ત્યાં સુધી શરુ નથી થતો, જ્યાં સુધી પાળીયાદની જગ્યાનાં મહંત ત્રીનેત્રેશ્વર મહાદેવનાં મંદીર પર ધ્વજા અર્પણ ન કરે.
વિહળધામ:
પ.પૂ.સંત શ્રી વિસામણબાપુની જગ્યા એ ભાવનગર જીલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.પ.પૂ.વિસામણબાપુનાં અને ઠાકરનાં દિવ્ય આશીષ મેળવવા માટે દર અમાસે લાખો ભક્તો ની જન-મેદની પાળિયાદમાં ઉમટે છે.
સદાવ્રત અન્નક્ષેત્ર:
ભોજન એ વિશ્વમાં દરેક ની પ્રાથમિક જરુરીયાત છે.વિસામણબાપુ એ પાળીયાદમાં દર્શને આવેલો વ્યકિત ભૂખ્યો પાછો ના ફરે અને ઠાકરનો પ્રસાદ સૌને મળે એટલે સદાવ્રતની સ્થાપના કરેલી ને આ પરંપરા આજ દિવસ સુધી ચાલુ જ છે.વિહળધામ,પાળીયાદ ખાતે રોજ લગભગ 400-450 વ્યકિત દર્શનાર્થે આવે છે.તેમજ અમાવસ્યા નાં દીવસે મેળો ભરાય છે અને હજારો લોકો દર્શન કરે છે. આટલી વ્યવસ્થાને પહોંચી વળવા અને દરેક ને નાત-જાત નાં ભેદભાવ વગર એક જ પંગતમાં બેસાડીને જમાડવા માટે સંપૂર્ણ સુવિધા વાળું અન્નક્ષેત્ર પાળીયાદ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે.
ગૌશાળા અને અન્ય સેવાઓ:
ગાય હિન્દૂ ધાર્મિક એક પવિત્ર અને પવિત્ર પ્રાણી તરીકે ગણવામાં આવે છે . વિવિધ પ્રસંગો પર ગાયોની પૂજા કરવામાં આવે છે.વિહળધામ પર અમારી “ગૌશાળા” સ્થળ છે કે જ્યાં ગાય રાખવામાં આવે છે. અમારી “ગૌશાળા” પાસે 452 ગાય છે.તેઓ નિયમિત રીતે પશુચિકિત્સા ડોકટરોદ્વારા તપાસવામાં આવે છે.
ગૌશાળા માટે દાન
ગૌશાળા માટે દાન ખૂબ જ કિંમતી છે . વેદ અને ઉપનિષદમાં જ્ઞાની લોકો કહે છે કે ગાય ખૂબ ખાસ છે, કારણ કે 36 કરોડ દેવ-દેવી ગાય માં રહેતા હોય છે. તેથી,ગાય માટે દાનનો મહીમા ખૂબ જ મોટો છે.
પર્યાવરણ આપણાં જીવનને ખૂબજ અસર કરે છે.પર્યાવરણ તરફથી આપણને અસંખ્ય ઔષધો ,ખોરાકની ચીજ-વસ્તુઓ વગેરે મળે છે.એટલે તેનું જતન કરવું એ આપણી સામાજીક જવાબદારી બને છે.પાળીયાદમા અમે મોર્ચાવાડી ખાતે ફૂલવાડી તેમજ ગાયો માટે ઘાસનો સંગ્રહ કરવાં માટે ગોડાઉન બનાવેલાં છે જેથી વધુને વધુ ગાયોને ઘાસ પૂરુ પાડી શકાય તેમજ પર્યાવરણ આહ્લાદાયક અને સ્વચ્છ બન્યુ
નેત્રયજ્ઞ
આંખ ભગવાન એક કિંમતી ચીજ છે અને અમે તેની કાળજી લેવી જરુરી હોય છે . તેથી, પાળીયાદમાં અમે દરેક ચોથા રવિવાર પર નેત્રયજ્ઞનું આયોજન કરીએ છીએ. અહીં, 250 થી વધુ લોકો આંખના નિષ્ણાત ડોકટરો ને તેમના આંખો બતાવે છે અને તેમની કિંમતી સલાહ લે છે.
વધુ માહિતી માટે
ફેસબુક પેજ: Vihaldham
વેબસાઈટ: vihaldham.org