વિજયા એકાદશી | કાઠિયાવાડી ખમીર
તેહવારો

વિજયા એકાદશી

વિજયા એકાદશી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે. વિક્રમ સંવત મુજબ, ગુજરાતી પંચાંગના ચોથા માસ મહા મહિનાની વદ અગિયારસને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યો હતો. આ એકાદશી સાથે સંકળાયેલી કથા ભગવાન રામજી અને માતા સીતાની શોધ દરમિયાનના પ્રસંગોને અનુલક્ષીને વર્ણવવામાં આવી છે. આ કથા પુરાણોમાં પણ પઠનીય છે.

ત્રેતાયુગ માં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ને જયારે ચૌદ વર્ષ નો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહીત પંચવટી માં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજી નું હરણ કર્યું . આથી તેઓ વ્યાકુળ બની સીતાજી ની શોધ માં નીકળી પડ્યા .ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુ ની પાસે પહોચ્યા .જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગ લોક ચાલ્યો ગયો .થોડા આગળ વધી ને શ્રી રામ ની સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને વાલી નો વધ કર્યો .શ્રી હનુમાનજી રામચંદ્રજી ની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યાં .શ્રી રામચંદ્રજી એ સુગ્રીવ ની સંમતિ લઈને વાનરો અને રીંછો ની સેના સહીત લંકા તરફ પ્રસ્થાન કર્યું .જયારે શ્રી રામચંદ્રજી એ સમુદ્ર કિનારે મહાન ,અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમને શ્રી લક્ષ્મણજી ને કહ્યું: ‘હે લક્ષ્મણ ! આ મહાન અગાધ સમુદ્ર ને કઈ રીતે પર કરી શકીશું ?‘

ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા: ‘હે રામજી ! તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો .અહીં થી લગભગ અડધા યોજન ની દુરી ઉપર કુમારી દ્વીપ માં બક્દાલભ્ય નામના ઋષિ રહે છે. એમણે અનેક નામ ના બ્રહ્મા ને જોયા છે .તમે એમની પાસે જઈને એનો ઉપાય પૂછો.‘ લક્ષ્મણજી ના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બક્દાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરી ને બેઠા. મુનીએ તેમને પૂછ્યું ,‘હે રામજી ! તમે ક્યાંથી પધાર્યા છો ?‘

શ્રી રામજી બોલ્યા: ‘હે મહર્ષિ ! હું મારી સેના સહીત અહીં આવ્યો છું અને રાક્ષસો ને જીતવા લંકા જઈ રહ્યો છું .‘


બક્દાલભ્ય ઋષિ બોલ્યા: ‘હે રામજી ! હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસ ના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પર કરી શકશો અને તમારો વિજય થશે .હે રામજી ! આ વ્રત ની વિધિ એ છે કે દસમ ના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટી કોઈ પણ એક નો કળશ બનાવવો. આ ઘડા માં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખી ને વેદિકા ઉપર સ્થાપન કરવું. એ કળશ ના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા. તેના ઉપર શ્રી નારાયણ ભગવાન ની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી. એકાદશી ના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મ થી પરવારી ધૂપ, દીપ, નૈવેધ, નારિયેળ આદિ થી ભગવાન નું પૂજન કરવું .એ સમસ્ત દિવસ ભક્તિ પૂર્વક કળશ ની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રી માં પણ એ રીતે બેસી ને જાગરણ કરવું જોઈએ .દ્વાદશી ના દિવસે નદી અથવા તળાવ માં સ્નાન કર્યા પછી આ કળશ ને બ્રાહ્મણ ને આપી દેવો. હે રામ ! જો તમે આ વ્રત ને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો.‘

શ્રી રામચંદ્રજી એ મુની આજ્ઞા અનુસાર વિધિ પૂર્વક વિજયા એકાદશી નું વ્રત કર્યું અને તેના પ્રભાવ થી દૈત્યો ના ઉપર વિજય મેળવ્યો. અત: હે રાજન ! જે મનુષ્ય આ વ્રત ને વિધિ પૂર્વક કરશે તેનો બન્ને લોક માં વિજય થશે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators