જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ
અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ
જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ
પંખી ઉડે બગ પંત્તસી,ઓપે દંત ઉજ્જળ
ચરય સિંદોરાં ચાચરા,ચમકંત ચળોવળ
જેહી વિધુત જાતસી,બિકસાત બળોવળ
રંગ રત્તા હિરયાળીયા,મેંડ પીત ત્રહું મળ
ખેમાર ગયંદ ખેંચિયા,કોદંડ તણી કળ
ચારણી નિસાણી છંદ
