શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા, પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી નાના ભાઈના લગ્નમાં જઇ સકે તેમ ન હતા.
નાના ભાઈને જાણ થઇ બહેન મારા લગ્નમાં આવવાના નથી, તેથી શિવકુંવર બાના નાના ભાઈએ હઠ પકડી જો બેન બા મારી જાનમાં નહિ આવે તો હું લગ્ન નહિ કરું, શિવકુંવર બાના નાના ભાઈને વડીલોએ ધણા સમજાવ્યા તેમ છતાં તેની જીદ વધતી ગઈ બહેન જાનમાં નહિ આવે તો હું લગ્ન નહિ કરું , વરરાજાને જાજુ વઢીને કહેવાય પણ નહિ, અમુક સમયે જીદ એવી હોય છે, તે બીજી પરિસ્થિતિને સમજતી નથી.
લગ્નના દિવસો નજીક આવી ગયા હોવાથી લગ્નતિથીમાં કોઈ ફારફેર થાય તેમ ન હતું, તે સમયે વડીલોને પોતાની જુબાનીની કીમત હતી, એક વાર સામે વેવાઈને વચન આપે ત્યાર બાદ કોઈ ફરક પડતો ન હતો, વેવાઈને ત્યાં પણ લગ્નની પૂરે પૂરી તૈયારી થઇ ચુકી હતી, તેથી લગ્નની તિથિમાં કોઈ ફારફેર ન થાય તેમ હોવાથી તથા નાના ભાઈની જીદને વશ થઇ ભાઈ ભોજાઈ માલપરા ગામે શિવકુંવર બાને તેડવા આવ્યા હતા.
શિવકુવરબા ભાઈ ભોજાઇ સાથે બળદ ગાડામાં પોતાના પિયર તરફ જતા હતા તે સમયે ભાવનગર વટીને અધેવાડા ગામ તરફ આવ્યા, અધેવાડા પાસે માંલેશ્વરી નદીના કાઠે જાંજરીયા હનુમાનની જગ્યા આવેલી છે, ત્યાં અચાનક શિવકુંવર બાને પ્રસૃત્તિની પીડા થઇ, જાણ થતા નદીમાં કપડા ધોતી સ્ત્રીઓ દોડતી શિવકુંવર બા પાસે આવી, એ જાંજરીયા હનુમાનની જગ્યામાં જ એક કણબીના દુધીમાં નામના ડોશીમાએ કારતક સુદ પૂનમને મંગળવારે શિવકુંવર બા ને પ્રસૃત્તી કરાવી, ત્યાં એક બાળકનો જન્મ થયો, તે બાળક બીજા કોઈ નહિ આપણા સર્વનાં રુદિયામાં રહેનાર બજરંગ બાપા પોતે હતા, બાળકનો જન્મ થતા શીવકુવર બા પોતાના ગામ માલપરા પાસા આવ્યા.
જાંજરીયા હનુમાનની જગ્યા અત્યંત પવિત્ર તથા સુખકારી છે, અમુક ભૂમિ બહુ જ બળ વાળી હોય છે, જાંજરીયા હનુમાનની જગ્યા એટલે એક મહાન ઓલિયા પુરુષ બજરંગ દાસ બાપાના જન્મ સ્થાનની જગ્યા, બાપાના જન્મસ્થાનની પ્રસાદીની જગ્યા, જેઓને બાપા પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ છે, તે લોકોએ એક વાર જાંજરીયા હનુમાનની જગ્યામાં દર્શન માટે અવશ્ય જવું જોઈએ, બજરંગ દાસ બાપાને જાંજરીયા હનુમાનની જગ્યા બહુજ પ્રિય હતી, તેવો કાળીચૌદશને દિવસે જાંજરીયા હનુમાનની જગ્યામાં દર્શને અચુક જતા હતા.
બાપા સીતારામ