ગુજરાતમાં જોવા જઇયે તો અષાઢી બીજની સહુ થી મોટી અને માનવ લાયક રથયાત્રા અમદાવાદ શહેર માં યોજાય છે, પરંતુ ભારત દેશ ની વાત કરીયે તો ભારત અને આખાયે વિશ્વ માં સહુ થી મોટી અને માનવ લાયક રથયાત્રા જગન્નાથ પુરીની છે જે યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણીયે છીએ. જગન્નાથ પુરી નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ અને જાણવા લાયક છે. આજે રથયાત્રા ના પવિત્ર દિવસે આપણે આવી અમુક વાતો વિષે જાણીયે.
શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથનો જ અંશ સ્વરૂપ છે. એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્વર માનવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ ચાર ધામો ને એક એક યુગનું પ્રતીક માનવામાં આવે છે જેમાંથી જગન્નાથ પુરી ને કળયુગ નું પવિત્ર ધામ ગણવામાં આવે છે. જગન્નાથ પુરી ભારતના પૂર્વ છેડે ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે, જેનું પુરાતન નામો નીલાંચલ, પુરુષોત્તમ પુરી, શંખ અને શ્રીક્ષેત્ર હતા. ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન એટલે ભગવાન શ્રી જગન્નાથ. એવી ધાર્મિક માન્યતા પણ છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રીકૃષ્ણનું યુગલ સ્વરૂપ છે.
જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો!
- જગન્નાથ પુરીમાં પવનની દિશા:
આપણે ત્યાં સામાન્યત: દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે જયારે સાંજના સમયે તેનાથી તદ્દન વિપરીત હોય છે. પરંતુ જગન્નાથ પુરીમાં પવનની દિશા આપણા કરતા ઉલ્ટી હોય છે. - પ્રસાદ બનાવવાની કળા:
જગન્નાથ મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજા ઉપર ગોઠવવામાં આવે છે અને તેની નીચે લાકડાની આગ પ્રગટાવવામાં આવે છે. આ રીત સહુથી પ્રાચીન રીત છે અને જેમાં સૌથી ઉપરવાળા વાસણમાં સામગ્રી સહુથી પહેલા તૈયાર થાય છે. - પક્ષીઓ અને મંદિર:
આમ તો તમે જોયું જ હશે કે ગમે તે મંદિર ના શિખર પાર પક્ષીઓ નો વસવાટ હોય છે એમાં પણ ખાસ કરી ને કબુતરો, પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ક્યારેય પણ ઉડતા નથી દેખાતા. - દરિયાનો અવાજ:
જગન્નાથ પુરીનું મંદિર સાગર તટે આવેલું છે અને જયારે જગન્નાથ પુરીના મંદિરમાં પહેલુ પગથિયું ચડો ત્યારે દરિયાનો અવાજ સંભળતો નથી. જયારે મંદિરની બહાર તરફ જતી વખતે આ અવાજ આસાની થી સાંભળી શકાય છે. - મંદિરની મુખ્ય ધજા (ઝંડો):
જગન્નાથ પુરીના મુખ્ય મંદિર પર લગાવવામાં આવેલ ધજા હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે. - મંદિર પરનું સુદર્શન ચક્રઃ
જગન્નાથ પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહીને મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચંક્રને જોતા હોય તો તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે. આનું કારણ સુદર્શન નો આકાર છે. - મંદિર ના ગુંબજનો પડછાયો:
સુપ્રસિદ્ધ જગન્નાથપુરી મંદિરનું આર્કિટેક્ચર કામ પણ અદભુત છે આ મંદિરના મુખ્ય ગુંબજ નો પડછાયો દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી. - ભગવાન જગન્નાથનું પુનરાગમન:
ભગવાન જગન્નાથની આ રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતીયાથી એટલે કે અષાઢી બીજથી શરૂ થાય છે. આ યાત્રા મુખ્ય મંદિરથી શરૂ થઈ 2 કિલોમીટર દૂર ગુંડિચા મંદિર પર પૂર્ણ થાય છે. જ્યાં ભગવાન જગન્નાથ સાત દિવસ સુધી આરામ કરે છે અને અષાઢ શુક્લ દશમના દિવસે ફરી પાછી યાત્રા કરીને મુખ્ય મંદિરે પહોંચે છે. તેને બહુડા યાત્રા પણ કહેવાય છે.
જગન્નાથ રથયાત્રા માં ઉપયોગમાં લેવાતા રથો વિષે જાણવા લાયક વાતોઃ
- ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે ભગવાન જગન્નાથના નામ છે. આ રથના સફેદ રંગના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વત અને હરિદાશ્વ છે, આ રથના સારથીનું નામ દારુક હોય છે. જગન્નાથજીના રથ ઉપર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે, આ સિવાય ભગવાન જગન્નાથના રથ ઉપર રથની રક્ષાનું પ્રતીક સ્વરૂપે સુદર્શન સ્તંભ હોય છે.
- જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. રથની ધ્વજા ને ત્રિલોક્યવાહિની કહેવાય છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે જે દોરડા અથવા રસ્સી ને શંખચૂડ નામથી ઓળખવામાં આવે છે. રથ પર 16 પૈડા હોય છે અને રથની ઊંચાઈ 13 મીટર સુધી હોય છે. જેમાં લગભગ 1100 મીટર કપડાનો રથને ઢાંકવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
- બલરામજીના રથનું નામ છે તાલધ્વજ, જેના ઉપર મહાદેવજીનું પ્રતીક હોય છે. રથના રક્ષક વાસુદેવ અનેસારથી મતાલી છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા અને સ્વર્ણનાવા આ રથના અશ્વ છે, જે 13.2 મીટર ઊંચા અને 14 પૈડાના હોય છે, જેને લાલ, લીલા રંગના કપડા અને લાકડાના 763 ટુકડાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે, આ રથના ધ્વજને ઉનાની કહે છે.
- સુભદ્રાના રથનું નામ દેવદલન છે. રથના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. સુભદ્રાના રથ પર દેવી દુર્ગાનું પ્રતીક હોય છે. રથના ધ્વજને નદબિક કહેવાય છે. રોચિક, મોચિક, જિતા અને અરપારિજાત જેના અશ્વ છે. 12.9 મિટર ઊંચા 12 પૈડાના આ રથમાં લાલ, કાળા કપડાની સાથે જ લાકડાના 593 ટુકડાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
- ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથોને નાળિયેરીના લાકડાથી બનાવવામાં આવે છે. આ લાકડાનું વજન હલકું હોવાથી તેને સહેલાઇથી ખેંચી શકાય છે. ભગવાન જગન્નાથના રથ અન્ય રથોથી મોટો અને લાલ અને પીળા રંગનો હોય છે આ રથ બલભદ્ર અને સુભદ્રા ના રથની પાછળ ચાલે છે.
- ત્રણેય રથોના શિખરોનો રંગ અલગ-અલગ હોય છે. ભગવાન જગન્નાથના રથનું શિખર લાર અને લીલા રંગનુ, બલરામજીના રથનું શિખર લાલ-પીળુ તથા સુભદ્રાજીના રથનું શિખર લાલ અને ગ્રે રંગનું હોય છે
જગન્નાથ પુરીમા છે વિશ્વનું સૌથી મોટું રસોડું:
- જગન્નાથ મંદિરનું એક મોટું આકર્ષણ હોય છે અહીંની રસોઈ અને રસોડું. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં બનાવવામાં આવે છે. મંદિરનું રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત જ્યાં ભગવાન જગન્નાથ માટે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે.
- રસોડાની પાસે જ બે કૂવા છે જેને ગંગા અને યમુનાના પ્રતીક કહેવામાં આવે છે. માત્ર તેમાંથી કાઢવામાં આવેલ પાણીથી ભોગ તૈયાર કરાય છે. આ રસોડામાં ૫૬ પ્રકારનો ભોગ તૈયાર કરવામાં આવે છે.
- આ વિશાળ રસોડામાં બનાવવામાં આવતા દરેક પકવાન હિન્દુ ધર્મના દિશા-નિર્દેષો પ્રમાણે બનાવવામાં આવે છે. ભોગ પૂર્ણતઃ શાકાહારી હોય છે. ભોગને મોટાભાગે માટીના વાસણોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે.
- આ વિશાળ રસોડામાં ભગવાનને ચઢાવવામાં આવતા મહાપ્રસાદને તૈયાર કરવામાં ૫૦૦ જેટલા રસોઈયાઓ ૩૦૦ જેટલા સહયોગીઓ સાથે કામ કરે છે.
મંદિરનું અદભુત સ્વરૂપઃ
- જગન્નાથજી નું મંદિર 4,00,00 વર્ગ ફૂટમાંપથરાયેલ અને ચાર દિવારીથી ઘેરાયેલું છે. કલિંગ શૈલીના મંદિર સ્થાપત્યકળા અને શિલ્પના આશ્ચર્યજનક પ્રયોગથી પરિપૂર્ણ છે આ મંદિર. ભગવાનનું મુખ્ય મંદિર વક્ર રેખીય આકારનું છે. જેના શિખર ઉપર ભગવાન વિષ્ણુનું નીલચક્ર નામનું સુદર્શન ચક્ર મંડિત છે જે અષ્ટધાતુથી નિર્મિતછે.
- મંદિરના આંતિરક ગર્ભગૃહમાં મુખ્ય દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. તેનાથી અડીને ઘેરાદાર મંદિરની પિરામિડાકાર છત અને લગાવવામાં આવેલ મંડપ, અટ્ટાલિકા રૂપી મુખ્ય મંદિરની નજીક જતા જ ઊંચા થતા ગયા છે. આ એક પર્વતને ઘેઈને અન્ય નાની પહાડીઓ, પછી નાના ડુંગરોનો સમૂહ બનેલ છે. મુખ્ય ભવન એક ૨૦ ફુટ ઊંચી દિવાલથી ઘેરાયેલ છે તથા બીજી દિવાલ મુખ્ય મંદિરને ઘેરીને ઊભી છે. એક ભવ્ય સોળ કિનારોવાળો એકાશ્મ સ્તંભ, મુખ્ય દ્વારની તરત જ સામે સ્થિત છે. તેના દ્વાર બે સિંહો દ્વારા રક્ષિત છે.