વહીઓ એટલે લોકસંસ્કુતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર ની હોય છે તેમાય અમારા ઝાલા રાજવંશ ની રાજવહીઓ તો વીક્રમજનક કહી શકાય તેટલી 30 -30 કીલો વજન વાળી રાજવહીઓ છે આ પ્રચંડ વહીઓ આજેપણ ધ્રાંગધ્રા રાજમહેલ મા મોજુદ છે
ઉપરોક્ત ફોટો કચ્છ ના ખેંગાર જાડેજાઓ ના બારોટ પાસે ની એક વહી નો છે.
આજના કોમ્પ્યુટર ના યુગ માં પણ સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં દીકરાનો જન્મ થાય ત્યારે કુળના બારોટ ને બોલાવી પુત્ર નું નામ ચોપડે ચડાવવામાં આવે છે, હવે તો આધુનિક યુગમાં ઘણા બારોટો કોમ્પ્યુટર પણ રાખતા થઇ ગયા છે