સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ:
ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ મંદિર આવેલ છે. લાઠીથી સતત ભુરખીયાનો વાહન વ્યવહાર ચાલુ હોય છે. જેથી લાઠીથી ભુરખીયા ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી તથા દામનગર તરફથી આ સ્થળ ૬ કી.મી. થાય છે. ત્યાંથી વાહન સુવિધા સતત ચાલુ જ હોય છે.
અંતર કી.મી.(જિલ્લા કક્ષાએથી) :
જિલ્લા કક્ષાએથી ભુરખીયા મંદિર ૩૪ કી.મી. અંતરે આવેલ છે.
અગત્યનો દિવસ :
ચૈત્ર માસની પુનમ એટલે કે હનુમાન જયંતિ અહીંનો શ્રેષ્ઠ દિવસ છે. અહીં વિશાળ પ્રમાણમાં ભકતો દર્શન કરવા માટે ચાલીને આવતા હોય છે. અહીં આ દિવસે મોટો લોક મેળો હોય છે. ચૈત્ર માસમાં ભકતોથી આ મંદિર ભરાયેલ હોય છે. આ ઉ૫રાંત વર્ષના તહેવારો જેવા કે દિવાળી, નૂતનવર્ષ, હોળી, રામનવમી, જેવા તહેવારોમાં અહીં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.
અનુકુળ દિવસ :
અઠવાડીયામાં મંગળવાર તથા શનિવાર મુખ્યના દિવસો છે. લોકો આ દિવસે વધારે પ્રમાણમાં દર્શન કરવા આવે છે.
અનુકુળ સમય :
ભુરખીયા મંદિર લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અનુકુળ સમયમાં વર્ષના દરેક દિવસે આ મંદિરે જઈ શકાય છે. ચોમાસામાં, ઉનાળામાં કે શિયાળામાં ભુરખીયા મંદિરે ૫હોંચવામાં કોઈ તકલીફ થતી નથી. રોડ સારો અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત હોય આખુ વર્ષ અનુકુળ ગણાય છે.