ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શહેરો અને ગામડાઓ

ગામડાનો ગુણાકાર

Village of Saurashtra

ગામડામાં વસ્તી નાની હોય, ઘરે-ઘરે જ્ઞાની હોય,
આંગણિયે આવકારો હોય, મહેમાનોનો મારો હોય!
ગામમાં ચા પાવાનો ધારો હોય, વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય!

સત્સંગ મંડળી જામી હોય, સવાર સામી હોય,
જ્ઞાનની વાતો બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય!

વહુને સાસુ ગમતાં હોય, ભેળાં બેસી.. જમતાં હોય,
બોલવામાં સમતા હોય, ભૂલ થાય તો નમતાં હોય!
છોકરાં ખોળામાં રમતાં હોય, આવી માની મમતા હોયહોય!
‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય, ચોરે બેસી રમાડતાં હોય,સાચી દિશાએ વાળતાં હોય!

બાપાના બોલ સૌ પાળતા હોય, ભલે ! આંખે ઓછું ભાળતાં હોય,
આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય!
નીતિ નિયમનાં શુઘ્ધ હોય, આવાં ઘરડાં ઘરમાં વૃદ્ધ હોય,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય, માનો તો ભગવાન બુદ્ધ હોય!


ભજન-કીર્તન થાતાં હોય, પરબે પાણી પાતાં હોય,
મહેનત કરીને ખાતાં હોય, પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય, ભકિત રંગમાં રંગાતા હોય, પ્રભુનાં ગુણ ગાતા હોય!

ઘી-દૂધ બારે માસ હોય, મીઠી-મધુર છાસ હોય,
વાણીમાં મીઠાશ હોય, રમઝટ બોલતા રાસ હોય!
પુન્ય તણો પ્રકાશ હોય, ત્યાં નકકી શ્રી કૃષ્ણનો વાસ હોય,
કાચાં-પાકાં મકાન હોય, એમાંય એક દુકાન હોય,
ગ્રાહકોનાં એવાં માન હોય, જાણે મળયા ભગવાન હોય!

સંસ્કૃતિની શાન હોય, ત્યાં સુખીએનાં સંતાન હોય,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય,
અતિથીને આવકાર હોય, ખુલ્લાં ઘરનાં દ્વાર હોય!
કુવા કાંઠે આરો હોય, નદી કાને કિનારો હોય,
વહુ-દીકરીનો વર્તારો હોય, ઘણી પ્રાણથી પ્યારો હોય!

કાનો ભલે કાળો હોય, એની રાધાને મન રૂપાળો હોય,
વાણી સાથે વર્તન હોય, મોટા સૌનાં મન હોય,
હરિયાળાં વન હોય, સુગંધી પવન હોય.!

ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય,
માનવી મોતીનાં રતન હોય, પાપનું ત્યાં પતન હોય!
શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ અથડાતો હોય,
મોર તે દી’ મલકાતો હોય, ‘માસ્ટર ચુનીલાલ’ હરખાતો હોય!

ગામડાનો મહીમાં ગાતો હોય, પછી તેની કલમે લખાતો હોય…

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators