જુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં દટાઈને સમાધી લીધી હતી. 4 ભવ્ય દરવાજા અને ટેકરી પર વસેલું ઐતિહાસિક ગામ જ્યાં 18 વરણની વસ્તી સૌ સંપીને રહે,
એક સમયે કહેવાતું
ગામ ગાધકડા સાત ખોરડા,
નહિ શંખ નહિ પાવો
ફુલીયા હનુમાને હડીયું કાઢે બે કુતરાને એક બાવો, આજે કેટલું ધાર્મિક બની ગયું છે, ફૂલઝર નદીને કાંઠે વસેલું ગાધકડા, ગામમાં પ્રવેશતા જ મહાદેવનું મંદિર, અલખ નો અહાલેક જગાવનાર રામદેવપીરનું મંદિર, રામજી મંદિર, જૈન દેરાસર, વૈષણવોની હવેલી, ફુલીયા હનુમાન, રાધાકૃષ્ણનું મંદિર, માં આશાપુરા નાંણદેવી માં નું મંદિર, માં મોમાઈ નું મંદિર, બાપા બજરંગદાસની મઢુલી, અને લીલાપીરની દરગાહ, સૂર્યનારાયણનું મંદિર,
અહા !! કેટલાબધા ધાર્મિક સ્થાનો અને, બાલમંદિર થી લઈને પ્રાથમિક અને માધ્યમિક સ્કુલ કેટકેટલું આજે વિકસ્યું છે,
મિત્રો આપને જાણીને નવાઈ લાગશે કે આ ગાધકડા ગામ 6-નવેમ્બર 1947 ના રોજ આઝાદ થયું હતું, 15-ઓગસ્ટ 1947 થી 5 નવેમ્બર 1947 સુધી પાકિસ્તાન નો ભાગ ગણાતું હતું..
આ ગામના વિષે જો કોઈ મિત્રો વધારે માહિતી અથવા ફોટોગ્રાફ્સ શેર કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો…