ઈતિહાસ

રાણા હમિરસિંહ સોઢા

Hamir Singh Sodha

જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં અને એક પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર ઉભું કરતાં ગયા. અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં રાષ્ટ્રની ખુશીમાં ઝુમી રહ્યાં હતા. પરંતુ એ સમયે લાખો હિન્દુ – મુસ્લિમો એ રાતોરાત પોતપોતાનુ સ્થાન બદલવુ પડયુ. બે રાષ્ટ્રો વચ્ચે સરહદ સીમા નક્કી થઈ ચુકી હતી. પરંતુ એક એવુ હિન્દુ રાજપૂત પરિવાર જેમણે પોતાનો ગઢ છોડીને જવાનું વિચાર્યું પણ નહીં.

આ પરિવારે પાકિસ્તાનમાં જ રહીને પોતાનુ કટ્ટર હિન્દુત્વ નિભાવ્યુ અને હાલમાં પણ તેના વંશજો નિભાવી રહ્યાં છે. એક રાજપૂત ક્ષત્રિય વ્યક્તિ માટે પોતાના લોકોની રક્ષા એજ સૌપ્રથમ કર્તવ્ય બની રહે છે.

આવો જ એક પરિવાર છે સોઢા પરિવાર. ૧૫૪૦ મા જ્યારે શેરશાહ શુરી સાથેના યુદ્ધમાં હુમાયુ હાર્યો ત્યારે તે નિરાધાર હતો, ઉપરાંત તેમની બેગમ ગર્ભવતી હતી. એવા સમયે આ પ્રભાવશાળી પરિવાર તેનો આશરો બન્યો હતો. અને એજ કિલ્લામાં ભારતના મહાન સામ્રાજ્ય નુ સપનું સાકાર કરનાર અકબરનો જન્મ થયો. જે વિસ્તાર છે પાકિસ્તાન સિંધનો અમરકોટ. જે હવે ઉમરકોટ તરીકે જાણીતો છે.

હવે મુળ વાત છે (PPP) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના સભ્ય અને સંસ્થાપક તરીકે ફરજ બજાવી ચુકેલા ‘રાણા ચંદ્રસિંહ સોઢા ના વિર પુત્ર “હમિરસિંહ સોઢા”. જે ઉમરકોટના રાજવી તરીકે ૨૬માં વારસદાર છે. ઉમરકોટ જે પાકિસ્તાનમા જ ઉછરેલી એકમાત્ર હિન્દુ રિયાસત છે. જે ત્યા પાકિસ્તાનમા જ રહીને પોતાના હિન્દુત્વ ના પરચા પુરે છે. હમિરસિંહ સોઢા ની જન્મભૂમિ પણ પાકિસ્તાન જ છે. કેમકે સોઢા પરિવારનો ઈતિહાસ ૮૦૦ વર્ષ જેટલો પુરાણો છે. પાકિસ્તાન ના અસ્તિત્વ પહેલાં જ ત્યા હિન્દુ રાજપૂતો નુ રાજ હતુ.


પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા

પાકિસ્તાન કે જ્યાં હિન્દુઓ ને દબાવીને રાખવામાં આવે છે. એજ જમીન પર આ હિન્દુ રાણા હમિરસિંહ પાકિસ્તાન મા શાહી ઠાઠમાઠ થી પોતાનુ રાજ ચલાવે છે. રાણા એક જ એવા નિડર નેતા છે જે પાકિસ્તાનમા પણ ખુલ્લા સિંહ જેમ ફરે છે. અને હિન્દુ રીત રિવાજ નુ સંપૂર્ણ પાલન કરે છે. એક રાજપૂત તરીકેની તેમની પ્રતિભા એવી છે કે હાલમાં પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ રાણાના ઉમરકોટ જીલ્લા મા એમની પરવાનગી વગર પગ પણ મુકી શકતા નથી.

ભારતમાં રહેનારા મુસ્લિમો ના હક્ક માટેની લડાઈ નો ઢોંગ કરનારા પાકિસ્તાની ઔવેસી ની માફક બોલવા ખાતર નહીં પરંતુ પોતાના હિન્દુ લોકો માટે કરીને પણ બતાવે છે. જ્યાં આપણા ભારતના રાજકીય નેતાઓ દેશમાં રહીને પણ કશું કરી શકતા નથી ત્યા એકમાત્ર સિંહ નુ કાળજું ધરાવતા હમિરજી પાકિસ્તાન મા જ દુશ્મનોની વચ્ચે રહીને સરકાર ને હંફાવે છે.

Rana Hamirsingh Sodhaએક રાજપૂત તરીકે હમિરસિંહજી મા પણ પ્રખર વિરતા ની છટાં જોવા મળે છે. તેમણે પાકિસ્તાન ના નેતાઓ, વડાપ્રધાન નવાઝ શરીફ ને ખુલ્લેઆમ લલકાર્યા હતાં. જો હિન્દુઓ સાથે લડવાની તમારી ક્ષમતા હોય તો આવે રણ મેદાનમાં, અને તમારુ કાયરતા પણુ છોડો. જો આવી રીતે હિન્દુઓ પર તમારે પીઠ પાછળ વાર કરવાના હોય તો અમે પણ તે કરી શકીએ છીએ. સાથોસાથ ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમે માન-ઈજ્જત આપશો તો હુ ખાતરી આપુ છુ કે અમારા તરફથી પણ તમને એવો જ પ્રતિભાવ મળશે. અન્યથા લડવા માટે પણ અમે તૈયાર જ છીએ.

પાકિસ્તાન મા રહીને કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર હમિરજી જ્યારે પણ કોઈ મુસ્લિમ વ્યક્તિ ને મળે છે ત્યારે તેઓ હંમેશા “જય શ્રીરામ” બોલીને જ વાત ની શરુઆત કરે છે. રાણાજી બોલવા કરતા કરી બતાવવામાં વધુ માને છે. તેમણે એકવાર પાકિસ્તાન ની જમીન પર ખુલ્લેઆમ ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પરંતુ કોઈપણ મા તેમને લલકારવાની હિંમત ન હતી.

હમિરસિંહજી પાકિસ્તાન મા પણ સ્પષ્ટ બહુમતી થી ચુંટાઈ આવે છે. તેઓ પાકિસ્તાન ના ભુતકાળમાં કૃષિમંત્રી રહી ચુક્યા છે. તેમના પિતાશ્રી ચંદ્રસિંહ સોઢા સતત ૭ વખત પાકિસ્તાન મા સાંસદ બની ચુક્યા હતા. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મા પણ મહત્ત્વનુ યોગદાન આપ્યું હતું. ભુટ્ટો સાથે પણ તેમના સંબંધ સારા રહ્યા હતા. છતાંય તેમણે ઈસ. ૧૯૯૦ મા PPP છોડીને પાકિસ્તાન હિન્દુ પાર્ટી (PHP) ની સ્થાપના કરી હતી. પાકિસ્તાન મા વસતા ભારતીય લોકો ના હક્ક માટે જાતે જ નવી પાર્ટી ની રચના કરી હતી.

૨૦૦૯ મા શ્રી ચંદ્રસિંહ સોઢા ના અવસાન બાદ ૫૩ વર્ષીય વિર હમિરજી એ PHP નુ સુકાન સંભાળ્યું. તેઓ ૩ વખત ઉમરકોટ ના સાંસદ બની ચુક્યા છે. જ્યારે નિઝામ સત્તા પર હતા. પાકિસ્તાન મા વસતા દરેક હિન્દુ સમાજનો તેમના માટે સંપૂર્ણ ટેકો હોય છે. તેમની નિડરતા થી જીંદગી અને દુશ્મનો સાથે બાથ ભીડવાની શક્તિથી ત્યાના સ્થાનિક મુસ્લિમો પણ તેનાથી પ્રભાવિત થયા છે. એ પણ આ ભારતમાતા ના સપુત ને સલામ ભરે છે.

Rajput of Pakistan Hamirsingh Sodhaજ્યાં પાકિસ્તાની સરકાર કે મુસ્લિમો દ્વારા ભારતીય હિન્દુઓ ને હેરાન કે ખદેડવામા આવે છે, ત્યાં તે પોતાના થી બનતું બધું જ કરી છુટે છે. આવા નિડર અને પ્રતિભાશાળી વ્યક્તિ જે દુશ્મન ના ઘરમાં જ ઘુસીને તેને હરાવતા હોય ત્યારે આપણા નેતાઓ ને બસ માત્ર મોટી મોટી વાતુ કરવામાં જ રસ હોય છે. તેમા જ સમય પસાર કરી છે. જ્યારે સિંહ પોતાના જંગલમાં હોય કે પારકા મા, પરંતુ સિંહ પોતાનો મિજાજ ગુમાવતો નથી. અને કર્તવ્ય ને ચુક્તો નથી. પાકિસ્તાન મા જ્યા હમિરજી ની રીયાસત આવેલી છે, તેવા વિસ્તારમાં હિન્દુઓ ની વસ્તી વધારે હોવા છતાંય લાઉડસ્પિકર મુકવાની મનાઈ છે, ત્યાં હમિરજી પાકિસ્તાન મા પોતાની રથયાત્રા લઈને નીકળે છે. કોઈ એ રાજપુત ને રોકવાની હિંમત કરતું નથી. મુકાબલો કરવાનુ તો બહુ દુર રહ્યું.

પાકિસ્તાન મા રહીને પણ આ કટ્ટર હિન્દુ રાજપૂતો એ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હમિરસિંહજી ૨૬ મા શાસક છે, તેમના બાદ ઉમરકોટની જાગીર ના શાસક અને વારસ તરીકે તેમના પુત્ર કર્નીસિંહ સોઢા પણ તેમના જ માર્ગ પર ચાલશે. કેમકે ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ હમિરજી એ પુત્રના લગ્ન રાજસ્થાન ના જયપુરમાં રાઠોડ પરિવાર ની દિકરી સાથે કર્યા છે. જ્યારે હમિરસિંહ ના પત્ની પણ ભારતીય નાગરીક્તવ ધરાવતા હતા. માટે જ હમિરસિંહજી નો ભારતીય રાજપૂતો અને હિન્દુઓ પ્રત્યે સીધો સંબંધ રહ્યો છે.

દરેક હિન્દુસ્તાનીઓ નુ હમિરસિંહ સોઢા ની શોર્યગાથા સાંભળીને માથું ગર્વથી ઉચું થવું જોઈએ. જ્યારે આપણા નેતાઓ દુશ્મનોને પડકારો ફેંકવાને બદલે પાણી મા બેસી રહે છે. અંતે એક વાત જરૂર કહીશ હિન્દુસ્તાન હોઈ કે પાકિસ્તાન વિર હમિરસિંહ સોઢા જેવા રાજપૂત જ્યા પણ જશે ત્યા રાજપૂત બનીને જ રહે છે. ” રાણા હમિરસિંહ રાજપૂત ને દરેક ભારતીયો દ્વારા શત્ શત્ પ્રણામ, તમે દિર્ધાયુ રહો એ જ પ્રભુને પ્રાર્થના.. ”

સૌજન્ય લેખક : જયદીપ પરવાડિયા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators