ઈતિહાસ ફરવા લાયક સ્થળો

હિંગોળગઢ જસદણ

Hingolgadh Fort Hasdan

હિંગોળગઢ કિલ્લો જસદણ દરબાર શ્રી વાજસૂર ખાચરે બનાવડાવેલો જે ખરેખર અદભુત અને જોવા લાયક છે. કહેવાય છે કે, કાઠિયાવાડમાં હિંગોળગઢ ને બાદ કરતા આવા બીજા પાંચ કિલ્લા બનેલા છે. તેમાં એક ગોંડલ સ્ટેટ માં આવેલ અનળગઢનો કિલ્લો, બીજો ખીરસરાનો, ત્રીજો રાજપરાનો, ચોથો બરડાના ધક્કામાં મોડપરનો કિલ્લો, તથા પાંચમો કિલ્લો એટલે ભિમોરાનો ગઢ પરંતુ આ બધામાં હિંગોળગઢનો કિલ્લો એક જ એવો છે કે જે આજની તારીખમાં અડીખમ ઊભો છે, તેની એક કાંકરી પણ ખરી નથી આવું સચોટ બાંધકામ કરવામાં આવેલું છે.

જો તમે રાજકોટ જિલ્લાના જસદણ ગામ થી વિંછીયા તરફ જતાં હોવ તો તામેં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાશે. આ ગઢ એટલે હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં 77 કિ.મી. દૂર અને જસદણથી 18 કિ.મી. દૂર આ હિંગોળગઢ આવેલો છે. આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ના સમય માં સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ, દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દબાવી ને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિની સ્થાપના કરી હતી.

પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી રહી શકે એવા ઉદ્દેશ્યથી દરબારસાહેબ શ્રી વાજસૂરે જસદણ અને વીંછીયા ગામની વચ્ચે આવેલા અને મોતીસરીની વીડ તરીકે ઓળખાતા ઊંચા ટેકરા ઉપર મોટો ગઢ બંધાવવાનું કામ હાથ ધર્યું. કહેવાય છે કે પ્રથમ વખત જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૂઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરુ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા, તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.

જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથે જસદણની મિત્રતા મજબૂત થઇ. અને આ નેનો અમથો અવરોધ દૂર થયો એટલે ઇ.સ. 1801માં દરબાર સાહેબ શ્રી વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજી બાજુના ડુંગર ઉપર ગઢને બાંધવાની શરૂઆત કરી. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના પાક્કા ભક્ત હતા એટલે જ તેમણે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી અને હિંગળાજ માતાના નામ પરથી જ આ ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું.


સૌરાષ્ટ્ર પંથકમાં આવો લડાઈ રક્ષક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી હિંગોળગઢ ને જોતા જાણે આકાશથી વાતો કરતો હોય એવો દેખાય છે. દરિયાની સપાટીથી ૩૩૫ મીટર (૧૧૦૦ફૂટ) ઊંચાઈ પર આવેલા આ ગઢ ની ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. હિંગોળગઢની શોભા ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે. પ્રકૃત્તિએ ચારેકોર લીલીછમ ચાદર બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન જુના જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને ભાવથી આવકાર આપતો હોય તેવું લાગે છે.

હિંગોળગઢની બનાવટ અને બાંધકામ યુદ્ધ કલાની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ખુબજ બેનમૂન અને ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. હિંગોળગઢમાં તમને દરબાર સાહેબ શ્રી વાજસૂર ખાચરના વખતની જુનવાણી તોપો જોવા મળશે. આ ઉપરાંત પાણીના મોટા ટાંકાઓ, અનાજના મસ મોટા કોઠારો વગેરે દરેક જાતની સગવડો અહીં બનાવડાવવામાં આવેલી હતી, લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી રીતે બંધાવેલો છે.

હિંગોળગઢની સંપૂર્ણ રચના વાસ્તુશાસ્ત્ર આધારિત થયેલી છે જેના બન્ને છેડે ગોળાકાર આકારમાં ગઢ બાંધાવામાં આવ્યા છે. નૈઋત્ય ખુણાના કોઠારમાં હજુરની ઓફિસ રાખવામાં આવતી હતી. હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૂખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

હિંગોળગઢ થી તદ્દન નજીક આવેલું ઘેલા સોમનાથ નામનું પવિત્ર યાત્રાધામ ખરેખર જાણવા અને માણવા લાયક સ્થળ છે

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators