History of Ahir Cast
આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના વિભિન્ન ભાગો પરના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને Scythians (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહિરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. કિસાનોં ઔર કિસાન થે. આહિર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગાયના પાલક તેમ જ ગોવાળો છે.
આહિરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે. આહીર જાતિના લોકો પારંપરિક રૂપે ગોપાલકો અને ખેડૂતો છે. ગાયો પાળવામાં એમનો વિશેષ ફાળો રહ્યો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે. તેઓ પશ્ચિમી ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં જ જોવા મળે છે તેમ નથી, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ ઔર બિહાર, નેપાલમાં પણ જોવા મળે છે. આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મૌજૂદ છે, આહિરોનો જાટ સાથે ગોત્ર સંબંધ નજીકનો જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે.
ગુજરાત મા આહીર મુ્ખ્ય જ્ઞાતિઓમા ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,
૧. સોરઠમાં રહેવા લાગયા તેથી સોરઠીયા કહેવાયા.
૨. મચ્છુ નદીને કાંઠે વસ્યા તેથી મસોયા કહેવાયા.
૩. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
૪.પાન્ચાલ મા વસ્યા તે પાન્ચાલિ કાહેવાયા
“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર,
લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ.
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર,
સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના એંધાણ.
મુખ થી જુઠુ કોઈ દી બોલે નહી ને નીરખે નહી પર નાર,
આતો રાજા નુ પણ રક્ષણ કરે ઈ છે આહિર ના એંધાણ.“
આ ઉપરાંત આહિર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો નીચે મુજબ છે.
કુવાડ, ક્લ્સરિયા, કાછિયા, છોટાળા, હડિયા, ડોલર, જાલન્ધ્રા, જોગલ, વાણિયા, શ્યારા, ભડક, પરડવા, જિન્જાલા, નકુમ, સિંઘવ, ઢોલા, કાછડ, નાગ્રેચા, મોર, ગુર્જર, મેતા, ખાટરીયા, જલુ, ઘોયલ, ભાદરકા, ભોળા , બાળા (બોરિચા), અલગોતર (બોરીચા), ગરચર (બોરિચા), ખાદા (બોરિચા), સોરઠીયા, બોરિચા, માલશતર, વાઘમશી, કાતરીયા, બલદાનિયા, મેશુરાની, કાપદી, ચોટારા, બાભણિયા, મિયાત્રા, સોલંકી, બારડ, પટાટ, ચંદેરા, જોટવા, રામ (આહિર અટક), ભાટુ, કામળીયા, રાવલીયા, નાઘેરા, કસોટ, લાવડિયા, કુવાડીયા, નંદાણીયા, વાળા, બાંધીયા, બકુત્રા, બામરોટિયા, પાંપણીયા, ચાવડા, ઢિલા, વરચંદ, માંતા, ઉદરીયા, ડાંગર, છાંગા, મણવર, જાળોંધરા, ખમળ, ગાગલ, મકવાણા, શિયાર, જાટીયા, જરૂ, મંઢ, ખીમાણીયા, છૈયા, બોરીચા, કાનગડ, હુંબલ, મૈયડ, ડવ, કારેથા, જાટીયા, બારીયા, જીંજાળા, પિઠીયા, ડેર, વારોતરીયા, બોદર, પંપાણિયા, કંડૉરીયા, ભેડા, કરમુર, આંબલીયા, ડોડીયા, જાખોત્રા, જેઠવા, બડાય, છાત્રોડ્યા, સિસોદીયા, લાખણૉત્રા, વાઢિયા, ભેટારીયા, પાનેરા, બેરા, વછરા, મારૂ, ભમ્મર, રાઠોડ, ઝાલા, સુવા, ડાંગર, ચાવડા, ધ્રાંગા, દેવ.
આ ઉપરાંત કોઈ અટક રહી જાતી હોય તો જણાવવા વિનંતી…
જય મુરલીધર
આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી વાંચો…
- આહીર વીર ભોજા મકવાણા
- આપા આતા આહીરની ઉદારતા
- જેહા આતા આહીરની ઉદારતા
- જનેતાના દૂધમાં ભાગ
- વિર દેવાયત બોદર
- આહિરની દાતારી
- રા’ ના રખોપા કરનાર
- દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
- ભીમો ગરાણીયો -શૌર્ય કથા