કોઈ ચડાવે હાર કોઈ ચડાવે નારિયળ
પણ શક્તિ ને ધરાવા,જેસો ચડાવે પિંડ
ભાલા તારા મહુમદ ની દોઢિયે
જેસાજી વેજાજીનું શૌર્ય ગીત
હે એવા જેસા ને વેજાજી વીર પાકિયા
એ… ઉતાર્યું કઈ બેગડા નું અભિમાન રે
કવાટ ના કુંવર… ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૧)
હે એવા ત્રણસો ને ત્રીસ પઠાણ મારિયા
એ… વધ્યું વીઘા વિસ નું કબ્રસ્તાન રે
સોંડા ના કુંવર…ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૨)
હે એવા શક્તિ માં એ તો પારખા કિજ્યા
એ… દેહ કાપી ને પિંડજા તો આપ્યા
કવાટ ના કુંવર… ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૩)
હે ત્યાં તો ગોઠને થયા રે હુરમ બેગમ
એ… બેન કહી ને આપ્યો મહુમદ કાપડા
કવાટ ના કુંવર… ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૪)
હે ત્યાં તો પોગ્યા રે જેસા ને વેજા ગઢ મા
એ… માંગડા ને તે તો બરછી કાઢી આપી
સોંડા ના કુંવર..ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૫)
હે એવા ઉજડા રે કર્યા તે તો ઇત્યાસ ને
એ…લાજ વધારી તે સરવૈયા ફૂડ ની
કવાટ ના કુંવર… ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૬)
હે એવા જેસા ને વેજાજી વીર પાકિયા
એ… ઉતાર્યું કઈ બેગડા નું અભિમાન રે
કવાટ ના કુંવર… ભાલા રે તારા મહુમદ ની દોઢિયે (૭)
લી – દિવ્યરાજસિંહ સરવૈયા (સંગાણા)