ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

કાળધર્મ ને સ્વભાવને જીતવો

Gujarati Bhajan, Prabhatiya, Gujarati Prarthnao

કાળધર્મ ને સ્વભાવને જીતવો,
રાખવો નહિ અંતરમાં ક્રોધ રે
સમાનપણેથી સર્વેમાં વર્તવું,
ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ.

નિર્મળ થઈને કામને જીતવો,
ને રાખવો અંતરમાં વૈરાગ રે,
જગતના વૈભવને મિથ્યા જાણી,
ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે … કાળધર્મ.

આલોક પરલોકની આશા તજવી,
ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે,
તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી,
ને મેલવું અંતરનું માન રે … કાળધર્મ.

ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું,
ને વર્તવું વચનની માંય રે,
ગંગા સતી એમ બોલિયાં રે,
એને નડે નહિ જગતમાં કાંઈ રે … કાળધર્મ.


– ગંગા સતી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators