હળને મૂકી વેગળુ કણબી કવિતા લખે છે,મૂળ જામ્યા માટીની મીઠી મહિમા લખે છે.
જો પડે વરસાદ તો ખળખળ સરિતા લખે છે,ને પડે દુકાળ તો એના નતિજા લખે છે.
આશા એને એટલી કે ટંક પુરુતુ મળે ભોજન,સંઘરો કરવા સમી ના એ મનીષા લખે છે.
માસ બારેબાર વિતાવે ઘર આખું ખેતર માં,ને હિસાબો કરતા વરસે ખાલી ખિસ્સા લખે છે!
ભાન નથી આકારણી કરતા બધા સાહેબોને,કે વિધવા ખેડુ ના કર્મ બડીકા લખે છે!
કોઈએ એને પડાવો લગ નથી પોહચવા નથી દીધો,ચોપડે સરકાર એને લખપતિ માં લખે છે!
ભાર ખુદ નો ખુદ વહે છે જાતના ઘુસરે જુતી,ભાર હળવો કરવા ક્યાં કોય તરિકા લખે છે?
સાંભળે ના કોઈ એની દાદ,દયા કે વિનવણી,મૂંગા મોઢે બેસી એ આશુ ના ટીપાં લખે છે!
ભોંળવિને એને લે છે લાભ નેતા સવાયો,ને પછી તો પાચ્ વર્ષ એની કિટ્ટા લખે છે!
આ ગઝલ સમજાય તો વહારે થજો ખેદુનિ”સરલ”બાકી એના દર્દ્ ની એ ખુદ દુવિધા લખે છે.
રચના:ચન્દ્રકાન્ત પટેલ ”સરલ”