જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? એ શીશ હતા મહીયા રાજપૂત શુરવીરોના. જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહીયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહીયા રાજપૂતોના શુરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથાવાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.
—–
સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસુલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883ની વહેલી સવારે થયો હતો.
—–
ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહિદોની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે એ મહીયા રાજપૂતોના વીર શહિદોના શહાદતની અને તેમની વિરતાની
રાજપૂત સમાજના શહિદોની 135મી પુણ્યતિથીએ મહીયા રાજપુત સમાજના અગ્રણીઓ, નવયુવાનો, અને બાળકોએ તેમના પુર્વજોની સમાધી ઉપર શ્રધ્ધાજંલી અપર્ણ કરી હતી અને આ શહિદોના સ્થળને લોકો કાયમી રીતે યાદ રાખે તે માટે સરકાર પાસે શહિદ સ્મારક જાહેર કરવા અને પર્યટન સ્થળ વિકસાવાની માંગણી કરી હતી.