ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો.
અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો.
અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી.
કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ...
સત ધરમને શીલતા વીર દાતારી વિખ્યાત,
કાશીથી કન્યાકુમારી કાઠિયાવાડ પ્રખ્યાત.
Share this:FacebookPinterestTwitterEmailPrint
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો