ખોડલ આઇ માડી, તુને રોઈશાડા ભાડી
માડી ખમકા તું કરજે, વળી રાજી રાજી રેજે (૧)
ચારણ ઘેર જન્મી, પાતાળ ગઈ પેલી
અમૃત લાવે વેલી, ખોડલ અલબેલી (૨)
ખોડલ સાદ પેલી, ઇ રા’ ની સહાય દેવી
જાહલ ને બચાવેલી, સિંધ ચડાવે વેલી (૩)
દયાળી દેવ એવી, તને રાત દિન સેવી
સમરણ સાદ પેલી, સુની આવજે તું વેલી (૪)
દુખડા ને દૂર કરે, અને દીકરા ઇ આપે
લાજાડી લાજ રાખે, દુઃખી ને સુખ આપે (૫)
ભાવ હોય જેને, આવે ને માં પેલે
ચકલી બની ને આવે, નવઘણ ભાલે પેલે (૬)
આવો ને ઘેર વેલે, પૂજે રે દિવ્ય તુને
ભારોલી વેનવાડી, તુને વાર વાર વિનવી (૭)
ખોડલ આઇ માડી, તુને રોઈશાડા ભાડી
માડી ખમકા તું કરજે, વળી રાજી રાજી રેજે (૮)
લી – દિવ્યરાજસિંહ સરવૈયા ( સંગાણા)