ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે તલવાર રાખી અને તેને જે કૌશલ્યપૂર્ણ રીતે ઘુમાવતા હોય છે તે દૃષ્ય જોવા લાયક હોય છે. કહે છે કે ઉસ્તાદ લાઠી ફેરવનારની ફરતી લાઠી સોંસરવો કરાતો પથ્થરનો ઘા પણ પાછો પડે છે. જો કે હાલમાં એક કલા ગણાતું આ કૌશલ્ય જુના સમયમાં જરૂરી યુધ્ધકૌશલ્ય માનવામાં આવતું, અને લગભગ તમામ લડાયક કોમોનાં યોધ્ધાઓએ આમાં પણ માહેર થવું જરૂરી ગણાતું. અહીં એક મહેર બાળક નાની ઉંમરથીજ આ કલા કૌશલ્યમાં પ્રવિણતા દર્શાવે છે. આ કલાનાં વધુ ચિત્રો અને જાણકારી આપને અહીં જોવા મળશે….
(ફોટો:રામભાઇ-મહેર એકતા)
સૌજન્ય: maherakta.wordpress.com
Video of Lathi-Daav by a Young person of Maher Samaj