ઈતિહાસ શુરવીરો

શ્રી ડગાયચા દાદા નો ઇતિહાસ

ડગાયચા દાદા વિક્રમ સંવત (૧૩૦૦) માં તુણા ગામનું તોરણ બાંધીને વસાવ્યું દાદા જન્મ જાત દાતાર, સુરવિર અને ભક્ત હતા દાદાનો એવો નિયમ કે દરરોજ સવારે નદીએ જઇ સ્નાન કરી સૂર્યદેવને અર્ગ આપતા અને નદી ની બાજુમાં રહેલ દાદામેશ્વર મહાદેવના મંદિરે શંકર ભગવાનની પુજા કરી પછી જ પોતાના નિત્ય કાર્ય માટે નિકળતા.

આ અરસામાં પાટણની ગાદી પતિ મહારાજ સીધરાજ સોલંકી થયા જેઓ એક વખત સભા ભરીને બેઠા હતા એવામાં એમના કવિરાજ બારોટ આવ્યા અને મહારાજ ને કહ્યું કે અન્નદાતા જગતમાં કંઇક એવું કરવું જોઇએ કે તમારા જવા પછી પણ તમારા નામની કિર્તિ ટકી રહે. સિધરાજ ભગવાન શિવજી ના પરમ ભક્ત હતા આથી તેઓને એક મહાન શિવાલય બનાવી ભગવાન શ્રી શિવ મહાદેવ નિ પ્રતિષ્ઠા કરવાનો વિચાર આવ્યો જે રૂદ્રમાડ તરીકે ઓડખાય છે. જેને બનાવવા માટે કાશિથી બ્રાહ્મણો ને બોલાવવા માં આવ્યા ખાદ્ય મુહૂર્ત કરાવવા માં આવ્યું આસમયે બ્રાહ્મોએ કંઇક વિધિ કરી કહ્યું કે અગર અમારા દ્વારા ખોડેલી આ ખીલી ઊપરજ શિવલીંગની સ્થાપના કરવામાં આવશે તો જયાં સુધી આ પૃથ્વી અવિચલ છે ત્યા સુધી તમારી નામના રૂપી આ મંદીર કાયમ રહેશે.

આ પ્રમાણે મંદીરનો નકશો તૈયાર કરવામાં આવ્યો અને આ લાકડાની ખીલી કાઇ શેષનાગની ફેણ પર થોડી જ હોઇ શકે આવું વિચારી તેઓએ એ ખીલી ને ઊખેડી. આમ કરવા થી જમીનના એ ભાગમાંથી લોહી ની ધારા છૂટવા લાગી આમ થતા ઊપસ્થિત તમામ લોકો ગભરાઇ ગયાં અને એ ખીલી ને તુંરત પાછી ખોડી દીધી, અને આ ધટના વિષે કોઇને વાત ન કરવાનું નક્કી કર્યું, થોડા સમય પછી ચણતર કાર્ય પુરૂ થયું પરંતુ કોઇપણ દેવાલય નું કાર્ય તો ત્યારેજ પૂરું ગણાય કે જ્યારે ત્યાં દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. તેથી પ્રાણ પ્રતિષ્ઠા કરી શિવલીંગ ની સ્થાપના કરવામાં આવી ત્યાર બાદ હોમ હવન ઈત્યાદી થયા.


પછી જેવું મીંડું ચડાવવામાં આવ્યું તો મીંડું મંદિર ઉપર ઠહેરતું ન હતુ આથી સિદ્ધરાજ ખુબજ ચિંતામાં પડી ગયા અને એમણે ફરી કાશિથી બ્રામ્હણોને ને બોલાવવાનું નક્કી કર્યું, બ્રાહ્મણો ના આવવા પછી એઓએ જોયું કે આ ખીલી કોઈએ ઉખાડેલ છે. મહારાજ સિધરાજ દ્વારા ત્યાં કામ કરતા લોકો ને દબાણમાં મુકવામાં આવ્યા ત્યારે ત્યાં કામ કરતા કારીગર તથા મંજુરોએ માફી માંગતા થયેલ ઘટના વિષે પુરી વાત કરી કહ્યું મહારાજ અમો આપશ્રીથી ડરી આ વાત કરી શક્ય નહિ માટે અમને માફ કરો. આ સાંભડી એક બ્રાહ્મણે કહ્યું મહારાજ મેં આ ખીલી નાગની ફેણ ઉપર ઘોડી હતી જ્યારે તમારા કારીગરોએ તેને ઉખેડી અને તેને નાગની પૂંછડી ઉપર ખોડી છે. જેથી હવે આ મંદિર અવિચડ નહી રહેતાં આનો ક્યારેક એ નાશ થશે અને નિશાની માત્ર જ રહેશે. આ સાંભળી સિધરાજ ને ખુબજ પછતાવો થયો અને ઈશ્વર ઇચ્છાએ જે થયું એ ઠીક સમજી અને શિખર વિધિ પૂર્ણ કરી મીંડું ચડાવવાનો માર્ગ બ્રામ્હણોને પૂછયો. તેથી માર્ગ બતાવતા બ્રાહ્મણોએ કહ્યું મહારાજ બત્રીસ લક્ષણો પુરૂષ હોય એ પુરુષ દ્વારા મીંડાની વિધિ થાય તો આ મંદિરનું કામ પુરૂ થશે, આ સાંભડી, મહારાજ ને ફરી વિચાર થયો કે આ મંદિરનું મીંડું ચડાવવા માટે બત્રીસ લક્ષણો પુરુષ ગોતવા માટે કોણ તૈયાર થશે?.

આ સાંછડી સભા બારોટ આ બિડુ ઝીલી છ માસની મુદત માંગી બત્રીસ લક્ષણો પુરૂષ ગોતવા માટે સિધપુર (પાટણ) થી નિકળી પડ્યા. બારોટ સંપૂર્ણ ઝાલાવાડ ફરી કચ્છ તરફ પ્રયાણ કરી આડેસર પહોંચે છે. ત્યાં આવી આડેસર પટેલને મળે છે. એ તેઓને સંપૂર્ણ વાત કરી પોતાનું આવવાનું કારણ કહે છે. આ સાંભડી પટેલ બારોટને કચ્છ તરફ મોકલતાં કહે છે તમેં કચ્છ જઇ તુણાં ગામે ડગાયચા દાદા, ભુવડ ગામે ભુવડ ચાવડા અથવા કેરા ગામે જઇ લાખા ફૂલાણી ને વાત કરશો તો તમારૂ કાર્ય સંપન થશે.

આ સાંભડી બારોટ સિધા તુણા ગામે ડગાયચા દાદનું ઘર પુછી દાદાના ઘરે જાય છે. બારોટ દાદાના ઘેર રોકાઈ દાદાનો નિત્ય કાર્ય જોયા કે આમ ચાર – પાંચ દિવસ નિકળી ગયા પછી બારોટ ને વિચાર આવ્યો કે આ પુરૂષ છે તો બરાબર અને આપણું કાર્ય પણ કરી શકશે પરંતુ કસોટી કર્યા વિના ખબર પડશે નહી. તેથી બિજા દિવસે જ્યારે દાદા પોતાના નિયમાનુસાર નદીના કીનારે આવેલ રામધાટ કુંડે સ્નાન કરવા નિકળે છે ત્યારે બારોટ પણ તેમની સાથે જાય છે. દાદા જ્યારે સ્નાન કરવા માડે કુંડમાં ઊતર્યા અને છાતિ સમા પાણીમાં ઉભા હોય છે. ત્યારે બારોટ કુંડના કાંઠે આવી દાદા પાસે માંગણી કરતા કહે છે કે જજમાન આજે મારે તમારી પાસે દાનની માંગણી કરવી છે. આ સાંભડી દાદા જવાબ આપતાં કહે છે સારૂ આપણે ઘેર જઇયે ત્યાં તમારે જે માંગવું હોય એ માંગી લેજો. પરંતુ બારોટ એજ જગ્યા પર દાન મંગવાની હઠ કરી દાનમાં પાંચ કોરી પછેડી માંગે છે.

ત્યારે દાદને થયું કે બારોટ મારૂ પારખું કરે છે. પરંતું ઇશ્વર ઇચ્છા ને ઠીક સમજી સૂર્યદેવને પ્રાર્થના કરતાં કહે છે હે સૂર્યદેવ જો મેં તમારી સાચા મનથી સેવા કરી હોય તો આજે મારી લાજ રાખજો, અને એજ ક્ષણે દાદાના પગમાં પછેડીઓ વીટાય છે. દાદા સૂર્યદેવનો આભાર માનતાં પછેડીઓ લઇ પાણીની બહાર આવે છે. અને બારોટ ને આપે છે. બારોટને દાન સ્વિકારરતા જોઇ મોઢામાંથી એવો શબ્દ નિકળી જાય છે કે કોઢીયા તને બિજ કઈ માગતાં આ આવડ્યું? આ શબ્દો બોલતાની સાથે બારોટના શરીર પર કોઢ નીકળે છે અને બારોટને પીડા થવા લાગે છે.

આવી અસહ્ય વેદના થી પીડાતા બારોટ દાદા પાસે માફી માંગતા કહે છે કે હે મહા પુરૂષ મારાથી આ વેદના સહન નથી થતી માટે મને કાંઇ ઊપાય બતાવો. આથી દાદા ભગવાન શિવની પૂજા- આરાધના કરી બારોટને વેલમાં બેસાડી ભુવડ જાય છે. ત્યાં જઇ ભુવડ ચાવડાને મળી વાત કરે છે. આથી ભુવડ ચાવડો બારોટને બથ ભરે છે જેથી બારોટની કાયા કંચન વરણી બની જાય છે. પરંતુ દાદાના શ્રાપથી બારોટના વંશમાં આજે પણ કોઢની કોઇ ને કોઇ નિશાની છે. ભુવડ ચાવડાની મેમાન ગતી માણી ડગાચચા દાદા અને બારોટ તુણા પાછા ફરે છે. બારોટ તુણા આવી દાદાને તુણા આવવાના કારણની વિગત વાર વાત કરે છે. અને દાદાને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરે છે.

દાદા બારોટ ની વાત સાંભડી અને એમની સાથે જવા તૈયાર થાય છે. દાદા કવીરાજ નિ સાથે નીકળે છે. ચાલતા ચાલતાં તેઓ પીપરાના ઊગમસર તળાવની પાળ પર બેસી સકુબા કરતા હોય છે. તેવામાં બાજુના નેસડા માંથી સ્ત્રીઓ ના રૂદનનો અવાજ આવે છે. દાદા ત્યાં જઇ રૂદન કરતી બહેનોને પુછા કરી. તો જાણવા મળ્યું કે કોઇક લુટારાઓ એ નેસડાના પુરૂષોને મારી તેઓની ગાયો લુંટી ગયા, આ સાંભડી દાદાએ બારોટને કહ્યું કે તમે થોડીવાર અહી રોકાવ હું હમણા ગાયોને વારીને આવું છું. આમ બારોટને બેસાડી દાદા ગાયોની વારે ગયા, જ્યારે લુંટારાઓ વચ્ચે ધિંગાણું ખેલાય છે. આ ધિંગાણા માં દાદા લુંટારાઓને હરાવી ગાયો પાછી વાળી અને નેસડામાં પાછી આપી દે છે.પરંતુ દાદા આ ધીંગાણામાં ખુબજ ઘાયલ થઇ જાય છે. અને બારોટને આવીને કહે છે કવિરાજ આ સ્થિતિના કારણે હું સિધપુર નહી પહોંચી શકું તેથી બારોટથી કહેવાઇ જવાયું કે ડાંગર અમારા કામ નું શું થશે. ત્યારે દાદાએં બારોટને આશ્વાસન આપતાં કહ્યું કે

જો તમને મારા પર વિશ્વાસ હોય, મારામાં જયાં સુધી જીવન છે.
ત્યાં સુધી માં હું તમને મારી જમણી ભૂજા કાપી ને આપી દઊ.
તેને શ્રધ્ધાથી વિધિસર સ્નાન કરાવી ત્રાંબા ના ત્રાંસમાં રાખી એનું વખાણ કરશો તો તમારું કાર્ય સંપન થશે.

બારોટની શ્રધ્ધા પૂર્વક હા સાંભડી દાદા પોતની જમણી ભૂજા કાપી બારોટને આપે છે. અને ત્યાંજ દેહત્યાગ કરે છે. બારોટ દાદાના અગ્નિ સંસ્કાર કરી સિધપૂર ગયા ત્યાં મહારાજ સિધ્ધરાજ ને તમામ વાત કરે છે. આ સાંભળી સિધરાજ ને પણ દાદાની ભૂજા પર વિશ્વાસ અને શ્રધ્ધા થાય છે. તેથી તે વિધિ સર કાર્ય કરવાનો આદેશ આપે છે. દાદાના કહેવા પ્રમાણે મીંડા વિધિનું કામ કરવાથી કાર્ય સંપન થાય છે. અને રૂદ્રમાળ મંદીરનું મીંડું ચડવાથી મંદીરનું કાર્ય પણ પરીપૂર્ણ થયું.

આજે પીપરાડા મધ્યે (જયા ૭૦૦ વર્ષ પહેલાં દાદા વિરગતિ પામ્યા હતા તે જગ્યા પર) ડાંગર પરિવારના તમામ સભ્યો મળીને વિક્રમ સંવત ૨૦૫૬ ના વૈશાખ સુદ ત્રીજ, રવિવાર તારીખ ૦૭-૦૫-૨૦૦૦ ના રોજ હવન ઇત્યાદી, ધ્વજા રોહણ તેમજ શિખર પૂજન કરી મચ્છોયા આહીર સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ કરશનભાઇ ડાંગર ના વરદ હસ્તે મીંડું ચડાવી કાર્ય સંપન કરેલ છે. તથા તમામ ડાંગર પરિવારના સભ્યો મળી ફાગણ વદ ત્રીજ ના દિવસે દાદાની ઊજવણી નક્કી કરેલ છે.
ઉજવણી સ્થળ:- હાઇવે રોડનં. ૮, મું. પો. પીપરાડા, તાલુકો સાંતલપુર, જી. પાટણ

ત્યાર પછી ડાંગર પરિવારના તમામ સભ્યો તથાં તણા ગામના તમામ હિન્દુ સભ્યો મળીન દાદાના નિવાસ સ્થાન (ગામ તુણા, તા. અંજાર, જી. કચ્છ) મધ્યે એક મંદિર બનાવી વિક્રમ સંવત ૨૦૫૮ ને રવિવાર તારીખ ૨૧-૧૦-૨૦૦૨ના રોજ હવન ઇત્યાદી કરી જગ્યા નો જીર્ણોધ્ધાર કર્યો તે પણ મચ્છોયા આહીર સમાજમીંડું ચડાવી કાર્ય સંપન કરેલ છે.

Sejabhai Devrajbhai Dangar
લેખક સ્વ. સેજાભાઇ દેવરાજભાઇ ડાંગર

આ ઇતિહાસ લેખન ચુડાસમાં ડાંગર વંશવૃક્ષના વહીવંચા બારોટ શ્રી શિવજીભાઈના કહેવા મુજબ શ્રી સેજાભાઇ દેવરાજભાઇ ડાંગર (સંઘડ વાળા) દ્વારા લખાયેલ છે.

શ્રી ચંદ્રવંશી ચુડાસમા ડાંગરોની ઊત્પતિ. દેવિન્દ્રશય (ના) અસપત (ના) સામભડો (ચા) સુડસંગ (ના) ચંદ્રચુડા રાજા થયા ત્યારથી ચુડાસમા કહેવાચા, ચંદ્રચુડ (ના) દુર્લભ (ના) સામત દેવ (ના) એભલરાવ(ના) એસુદ (ના) રાડીયાસ (ના) ગારીયો (ના) શુરસેન (ના) વનધણ (ના) ઉદયભાણ (ના) રાડીયાસ (ના) નવધણ (ના) મહિપાલ (ના) માંડલીક (ના) રાયસંગ (ના) નવધણ. આમ જુનાગઢની ગાદી પર બાર માંડલીક તથા નવ નવધણ જેવા મહા પ્રતાપી દાનેશ્વરી તથાં સુરવિર રાજાઓ થયા. તેમાં રાયસંગ (ના) નવધણ રાજા થયો જે ઇ.સ. ૧૧૧૦ (અગીયાર સો દસ) ના અરસામાં થયા હતા. તે અણહીલ પુરથી યાત્રાએ આવેલ દુર્લભસેન સોલંકી એ મોટુ લશ્કર મોકલી જુનાગઢ જીતી લીધું. ત્યાર પછી નવધણના સુડંગ અને ડંગારીયોજી એ બે પુત્રો થયા હતા, રાજ્ય જતા ડાંગર શાખ પડી ચુડાસમા ડાંગર કહેવાણાં, ત્યાંથી ડાંગરીયાજી (ના) કેલ (ના) કુમારપાલ (ના) ડગાયચોજી થયા તેમને અઢાર પુત્રો આ સમયથી અઢાર શાખા અને અહીકુળ કહેવાયું. આથી તમામ ડાંગર જે ભલે મચ્છોયા, પરાથરીયા, ચારોડા, ગોલવાડા અને વાગડીયા આહીર હોય તે બધા દાદાના જ વંશજો છે જેથી તે બધાને દાદાપુજનીય છે.

શ્રી ડગાયચા દાદા સમિતિ
શ્રી ધનજીભાઈ રામજીભાઈ ડાંગર (સંઘડ) પ્રમુખ
શ્રી સેજાભાઇ દેવરાજભાઇ ડાંગર (સંઘડ) ખજાનચી
શ્રી કાનજીભાઈ નાગાભાઇ વિછિયા (સંઘડ) સભ્ય
શ્રી વેલાભાઈ ભચુભાઇ ડાંગર (સંઘડ) સભ્ય
શ્રી શિવજીભાઈ કરશનભાઇ ડાંગર (કાળીતલાવડી) સભ્ય
શ્રી ગગુભાઈ રધિરભાઈ (વલાડિયા) સભ્ય

માહિતી સૌજન્ય : Uttam Dangar, Sanghad Jogninar (Anjar kutchh)

આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી વાંચો…

 

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators