સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.
સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા વાત જ નોખી છે…
જે મોજ હેલા, મણીયારા,દોહા,છંદ,ચારણી સાહીત્ય માં છે એ હિપ-હોપ ,પોપ,રેપ માં નથી.. અને એ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર પણ નથી..
જસ્ટીન બાઈબર,એકોન ને કાઠીયાવાડ ના માલી પા ગઢવી,બારોટ ,ચારણ ને યાં શિખવા મોકલ્યે તો બેચારા આત્મહત્યા જ કરી લ્યે…!
કાઠીયાવાડી ખમીર ની વાતુ મલક આખા માં વખણાય છે..
અહીં જોગીદાસ ખુમાણ,વિર હમીર સિંહ જી,વેગડા જી ભીલ, જેસલ જાડેજા ની ભુમી છે જ્યાં દિકરો એની માં ને કહે છે કે હે માં….
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
આવા મરદ મુછાળા ની ભુમી કાઠીયાવાડ કે જ્યાં વીરો નાગી તલવારુ નચાવતા હોય એ ખુમારી છે,ધરમ માટે માથડા વાઢતા તથા પોતાના માથા ઉતારનારાઓ ની ભુમી છે..માં ભોમ અને ધરમ માટે ખપી જાનારાઓ થી અહીં નો ઈતિહાસ સાક્ષી પુરે છે…આ સંત અને સુરા ની માટી સૌરાષ્ટ્ર સોરઠ છે અને આવા લડવૈયાઓ ની વાત ડાયરા માં કરાય છે..અને આવા ડાયરા માં દોહા છંદ માં લોકો ના હાકોટા તો જોવા પડે હો બાપલ્યા..
આવા કાઠીયાવાડ ની ખુમારી ની વાત અને ડાયરા ને યાદ કરીયે થોડા દોહા સાથે…..
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.