મહાભારતની દસ એવી વાતો જે બહુઓછા લોકો જાણે છે
મહાભારત એવું કાવ્ય છે, જેના વિષે તો દુનિયાભરના લોકો જાણે છે, પણ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, જેને તેમણે પૂરું વાંચ્યું હોય. કૌરવો અને પાંડવો વચ્ચે દુશ્મનીની આ એક મહાગાથાનો અંગ્રેજી અનુવાદનું કામ આજે પણ ચાલું છે.
સંપૂર્ણ મહાભારતના અંગ્રેજી અનુવાદના કામને હમણા કરવામાં આવ્યું. જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. વિવેક દેબરોય. ટિમ રસરંગે પ્રો. દેબોરોય સાથે વાતચીત કરી તો મહાભારત વિશેમાં તમામ એવી વાતો જાણવા મળી, જેનાથી લોકો સામાન્ય રીતે અપરિચિત છે. ચાલો જાણીએ આગળ એવી દસ વાતો જે મહાભારતના ઘણા રહસ્યો ઉજાગર કરે છે….
28માં વેદવ્યાસે લખેલું મહાભારત મોટાભાગના લોકોને લાગે છે કે મહાભારત વેદવ્યાસે લખેલું હતું, પણ તે પૂર્ણસત્ય નથી. વેદવ્યાસ કોઈ નામ નથી, પણ એક ઉપલબ્ધિ હતી, જે વેદોનું જ્ઞાન રાખનાર લોકોને દેવામાં આવતી હતી. કૃષ્ણદ્વૈપાયન પહેલા 27 વેદવ્યાસ થઈ ગયા હતાં, જ્યારે તે પોતે 28માં વેદવ્યાસ હતાં અને તે એક દ્વિપ પર જન્મ્યા હતાં.
ગીતા માત્ર એક જ માનવામાં આવે છે કે ‘ શ્રીમદ ભાગવત ગીતા’ એક ગીતા છે, જેમાં કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા જ્ઞાનનું વર્ણન છે. આ સત્ય છે કે ‘શ્રીમદ્ભાગવત ગીતા’ જ સંપૂર્ણ અને પ્રામાણિક ગીતા છે, પણ તે ઉપારાંત ઓછામાં ઓછી 10 ગીતા બીજી પણ છે. વ્યાધ ગીતા, અષ્ટવક્ર ગીતા અને પરાશર ગીતા તેમાંની જ એક છે.
દ્રૌપદી માટે દૂર્યોધનના ઈસારાનો મતલબ મૌલિક મહાભારતમાં આ પ્રસંગ આવે છે કે જુગટું રમતા યુધિષ્ઠિરથી જીત્યા પછી દુર્યોધને દ્રૌપદીને પોતાની ડાબી જાંઘ પર બેસવાનું કહ્યું હતું. મોટાભાગના લોકોની નજરમાં આ કારણથી દુર્યોધન ખલનાયક છે. તેમાં તમામ દુષણો જરુર હતાં, પણ તે સમયની પરંપરા અનુસાર એ દ્રોપદીનું અપમાન ન હતું. ખરેખર, તે જમાનામાં ડાબી જાંઘ પર પત્નીને અને જમણી જાંઘ પર પુત્રને બેઠાડવામાં આવતાં. આ કારણથી ધાર્મિક પોસ્ટર કે કેલેન્ડરમાં દેવીઓને ડાબી તરફ સ્થાન આપવામાં આવે છે. હિન્દુ રીત-રિવાજોમાં લગ્નના સમયે પણ પત્ની, પતિની ડાબી બાજુ ઉભી રહે છે.
ધર્મની કોઈ એક પરિભાષા નથી તમામ લોકોને લાગે છે કે મહાભારત ધર્મનો પાઠ શીખવે છે. કેટલાક લોકો મહાભારતના સત્ય અને અસત્યથી પણ જોડે છે, પણ એ પણ પૂર્ણસત્ય નથી. મૌલિક મહામાભારતમાં એવું કોઈ પ્તરસંગ નથી આવતું, જેમાં સાચા અને ખોટાની ચોક્કસ પરિભાષા આપેલી છે. ખરેખર સત્ય અને અસત્ય, પરિપેક્ષ્ય તથા પરિસ્થિતિના હિસાબથી બદલી છે. જેમ કે એક જ પરિસ્થિતિમાં ભીષ્મ અને અર્જુને અલગ-અલગ નિર્ણય લીધો અને બન્નેને સાચું માનવામાં આવે છે. ભીષ્મે અંબા સાથે વિવાહ કરવાની મનાઈ કરી દીધી કારણ કે તેમણે પોતાના પિતા સમક્ષ જીવન પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તેના માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન જ સાચું હતું. અર્જુન સામે એવી જ સ્થિતિ આવી, જ્યારે ઉલુપીએ તેની સાથે વિવાહ કરવીની ઈચ્છા જાહેર કરી અને પ્રસ્તાવનો અસ્વીકાર થવાથી આત્મહત્ય કરવાની વાત કહી દેવામાં આવી.
અર્જુન પણ તે સમયે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહ્યો હતો, પણ તેમાં પણ ઉલુપીનું જીવન વધારે મહત્વપૂર્ણ હતું. આ માટે અર્જુને તેની રક્ષા કરવાની પ્રાથમિકતા આપી અને બ્રહ્મચર્ય વ્રત તોડવાનો પોતાનો નિર્ણય સાચો ઠેરવ્યો. મહાભારતમાં સાચા અને ખોટાનો એક એવો બીજો પ્રસંગ આવે છે. મોટાભાગના લોકો માને છે કે દ્રોણાચાર્યયે ન્યાય નથી કર્યો, જ્યારે તેને એકલવ્યથી અંગૂઠો માંગીનેસ અર્જુનને આગળ કર્યો. આ પૂર્ણ સત્ય નથી. મહાભારત અનુસાર, એક વખત તળાવમાં સ્નાન કરતા સમયે જ્યારે મગરમચ્છે દ્રોણાચાર્યે જકડી લીધા હતાં, ત્યારે અર્જુને તેનાં પ્રાણ બચાવ્યો હતો. તે સમયે દ્રોણાચાર્યે અર્જુને વચન આપ્યું હતું કે તે તેને દુનિયાનો સર્વશ્રેષ્ઠ યોદ્ધો બનાવશે. અર્જુનને આપવામાં આવેલા આ વચનને નિભાવવા માટે જ તેને ગુરુ-દક્ષિણાની રીતે એકલવ્યથી અંગૂઠો માંગ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે સાચા અને ખોટાની કોઈ સટિક વ્યાખ્યા નથી સ્થાપિત કરવામાં આવી શકે છે.
રાશિ જ્યોતિષનો આધાર ન હતો, મહાભારત દરમ્યાન રાશિઓ ન હતી. જ્યોતિષ 27 નક્ષત્રો પર આધારિત હતું, ન કે 12 રાશિઓ પર. નક્ષત્રોમાં પહેલા સ્થાન પર રોહિણી હતું, ન કે અશ્વિની. જેમ-જેમ સમય પસાર થયો, વિભિન્ન સભ્યતાઓએ જ્યોતિષમાં પ્રયોગ કર્યો અને ચંદ્રમા અને સૂર્યના આધાર રાશિઓ બનાવાય.
ચાર પટલ વાળા પાસ શકુનિએ જે પાસાથી પાંડવોને જુગડામાં હરાવ્યા હતાં, કહેવાય છે કે તેમાં 4 પટલ હતાં. સામાન્ય રીતે લોકોને 6 પડ વાળઆ પાસા વિશે જાણ છે, જો કે મહાભારતમાં આ ચાર પડવાળા પાસાની સટિક આકૃતિનો ઉલ્લેખ નથી આવતો. એ પણ નથી જણાવવામાં આવ્યું કે કઈ ધાતુનો પદાર્થ બનેલો હતો. મહાભારત અનુસાર, તે પાસાના દરેક પડ એક-એક યુગનું પ્રતિક હતું. ચાર બિંદુવાળા પડનો અર્થ સતયુગ, ત્રણ ટપકાવાળા પડનો મતલબ ત્રેતાયુગ, બે ટપકાં વાળા યુગનો મતલબ દ્વાપર અને એક ટપકાવાળું કલિયુગનું પ્રતિક હતું.
મંત્રથી બની જતાં હતાં બ્રહ્માસ્ત્ર – મોટાભાગના લોકોને એવી માન્યતા છે કે બ્રહ્માસ્ત્ર દૈવીય અસ્ત્ર હતું, જે દેવતાઓની તપસ્યા પછી પ્રાપ્ત થતું હતું. પણ એ પણ પૂર્ણસત્ય નથી. કેટલાક બ્રહ્માસ્ત્ર સ્પષ્ટ-સ્પષ્ટ નજર આવતા હતાં, પણ કેટલુંક એવું પણ હતું, જેને મંત્ર શક્તિથી સંહારક અસ્ત્ર બનાવી દીધું હતું. જેમ કે રથના પૈડાને ચક્ર બનાવી દેવું. મંત્રોચ્ચારની સાથે જ બ્રહ્માસ્ત્ર દુશ્મનનું માથું કાપી નાખતાં હતાં. પણ, એક ખાસ વાત એ પણ હતું કે મંત્રો દ્વારા તેને બે અયસર પણ કરી શકાતા હતાં અને આ તેના પર ઉપયોગ થાય છે, જેની પાસે તે શક્તિ હોય.
વિદેશી પણ સામેલ હતાં લડાઈમાં – ભારતી.ય યુદ્ધોમાં વિદેસીઓને સામેલ થવાનો ઈતિહાસ ખૂબ જુનો છે. મહાભારતની લડાઈમાં વિદેશી સેનાઓ પણ સામેલ હતી. એ અલગ વાત છે કે મોટાભાગના લોકોને લાગે છે કે મહાભારતનું યુદ્ધ માત્ર કૌરવો – પાંડવોની સેનાઓ વચ્ચે લડાયું હતું. પણ એવું ન હતું. મૌલિક મહાભારતમાં ગ્રીક અને રોમન એટલે કે મેસિડોનિયન યોદ્ધાઓ પણ આ લડાઈમાં સામેલ હોવાના પ્રસંગો વે છે. દુશાસનના પુત્રએ માર્યો અભિમન્યુને – ભલે માનવામાં આવે કે અભિમન્યુની હત્યા ચક્રવ્યૂહમાં સાત મહારથીઓ દ્વારા કરવામાં આવી હતી. પણ આ પૂર્ણ સત્ય નથી. મૌલિક મહાભારત અનુસાર, અભિમન્યુએ બહાદુરીથી લડતા ચક્રવ્યુહમાં રહેલા સાત મહારથીમાંથી એક મહારથી (દુર્યોધનના દિકરા)ને મારી નાખ્યો હોતો. તેનાથી નારાજ થઈ અને દુશાસનના દીકરાએ અભિમન્યની હત્યા કરી હતી.
વિદુરનીતિ: મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ એટલે વિદુરનીતિ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ અધ્યાયોમાં પ્રાપ્ત થતો, વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલો ઉપદેશ વિદુરનીતિમાં રહેલો છે.