જાણવા જેવું ફરવા લાયક સ્થળો

પીરોટન ટાપુ – મરીન નેશનલ પાર્ક

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ પીરોટન જામનગરના દરિયાઇ વિસ્તારમાં ઇન્ટર-ટાઈડ ઝોનમાં આવેલું છે. દરિયાઇ અભ્યારણ ઓગસ્ટ 1980 માં અને જુલાઈ 1982 માં મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 10.ll.sq. નેશનલ પાર્ક વિસ્તાર અને 1.11 ચોરસ કિ.મી. અભયારણ્ય વિસ્તારને અનામત જંગલો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે.

મરીન નેશનલ પાર્કની વિશેષતાઓ

  • ૧૦૮ પ્રકારની આલ્ઝી (લીલ-શેવાળ)ની જાતિ
  • ૬ પ્રકારની મેગ્રુવ્સની જાતિ
  • ૭૦ પ્રકારના સ્પોન્જસ (વાદળી)ની જાતિ
  • ૪૯ પ્રકારના હાર્ડ કોરલ (સખત પરવાળા)
  • ૨૩ પ્રકારના સોફટ કોરલ (મૃદુ પરવાળા)
  • ૨૦૦ થી વધુ મોલસ્કની જાતિ
  • ૨૭ પ્રકારના જીંગાની જાતિ
  • ૩૦ પ્રકારના કરચલાની જાતિ
  • ૨૦૦ થી વધુ પ્રકારની માછલી જાતિ
  • ૩ પ્રકારના દરિયાઇ કાચબા જાતિ
  • ૯૪ પ્રકારના જળચર પક્ષીની જાતિ
  • ૭૮ પ્રકારના જમીનના પક્ષીની જાતિ
  • ૩ પ્રકારની મેમાલ્સ (સસ્તન) ની જાતિ

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનના દરિયાઈ વિસ્તારમાં આવેલા ૪૨ ટાપુઓમાંથી પ્રવાસીઓમાં પીરોટન સૌથી પ્રખ્યાત અને મુલાકાત માટે પરવાનગી મળતી હોય એેવા બે પૈકીનો એક ટાપુ છે. રાષ્ટ્રીય ઉદ્યાનની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે હેતુથી મુલાકાતીઓની સંખ્યાને કાબુમાં રાખવામાં આવે છે. પરવાનગી માટે ગુજરાત સરકારના વન ખાતા, કસ્ટમ ખાતા અને બંદર ખાતાની અગાઉથી પરવાનગી લેવી ફરજીયાત છે.

પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્ભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત તમ્મર (અંગ્રેજી: મેન્ગ્રોવ) નાં જંગલ છે. ટાપુ પર એક દીવાદાંડી આવેલી છે.

૧૮૬૭માં વહાણોનાં માર્ગદર્શન માટે અહીં એક ધ્વજ-કાઠી મુકવામાં આવી હતી. ૧૮૯૮માં ધ્વજ-કાઠીને બદલે ૨૧ મીટરની ઊંચાઈવાળી દિવાદાંડીનું બાંધકામ કરવામાં આવ્યુ. તે દીવાદાંડીને બદલે ફરી ૧૯૫૫થી ૧૯૫૭ના સમયગાળા દરમ્યાન વધુ ૩ મીટર ઉંચી દીવાદાંડી (૨૪ મીટર ઊંચાઈ) મુકવામાં આવી. ૧૯૮૨માં આ દીવાદાંડીની ચોતરફ આવેલા ૩ ચોરસ કિમીમાં પથરાયેલા પરવાળા ધરાવતી ખંડીય છાજલી ધરાવતા વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું. ૧૯૯૬માં દીવાદાંડીને સૂર્યશક્તિ પર ચાલતી કરવામાં આવી અને ડીઝલ વિદ્યુત ઉત્પાદકોને ફક્ત પીઠબળ માટે રાખી મુકવામાં આવ્યા.


પિરોટન ટાપુ બેડી પોર્ટથી 18 નોટિકલ માઈલ દુર, બોટ દ્વારા પહોંચી શકાય છે. અભ્યારણની મુલાકાત લેવા માટેનો યોગ્ય સમય ઓક્ટોબર થી માર્ચ સુધી છે.

મરીન નેશનલ પાર્ક 42 ટાપુ, સમુદ્રના વર્ષાસન તરીકે જાણીતી અલભ્ય પરવાળાની વસાહતો, દરિયાઇ ઘાસ વિસ્તાર, રેતીના ઢુવા, ચેરના જંગલો જળચર જીવસૃષ્ટિના અસતિત્વ અને દરિયાકાંઠાના રક્ષણમાં આર્શિવાદરૂપ છે. આટલું જ નહીં ભારતના ઝૂલોજીકલ સર્વે મુજબ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના આશ્રયસ્થાન સમાન પાર્કમાં દરિયાઇ અને કાંઠાના પરિઆવાસમાં 730 જાતિ-પ્રજાતિનો વસવાટ કરી રહી છે. આ જીવ સૃષ્ટિના જીવન વિશે જાણવા અને પ્રકૃતિને માણવા દુનિયાભરના પ્રકૃતિપ્રેમીઓ અહિં મુલાકાતે આવે છે.

આ વસવાટો એક મહાન વિવિધતા સભર છે.  મેંગ્રોવ, કોરલ રીફ્સ, ડીગ્રેડ રીફ્સ, ઇન્ટર-ટાઇડલ મડફ્લેટ્સ (ઊંચા અને નીચા), ખાડીઓ, નદીમુખ, રેતાળ સેર, ખારા ઘાસની જમીન, ભેજવાળા વિસ્તારો અને ખડકાળ ટાપુઓ જેવી વિવિધતા દર્શાવે છે. જે દરિયાઇ જીવનની વિવિધતા ધરાવે છે. જીવન અહીં ગૂંચવણભરી રીતે વણાયેલ છે. રંગબેરંગી જળચરો અને પરવાળા, વિશાળ સમુદ્ર એનોમોન, ટ્યુબ એનોમોન, જેલી ફિશ, સમુદ્ર ઘોડો, ઓક્ટોપસ, છીપ, મોતી છીપ, સેબેલા, પોર્ટુગીઝ મેન ઓફ વોર, સ્ટારફિશ, બોનેલિયા, સેપિઆ, લોબસ્ટર, કરચલાં અને પ્રોન, સમુદ્ર ટર્ટલ, ડોલ્ફીન, ડુગોંગ્સ, પિરોપાઇઝ, શાર્ક અને અન્ય માછલી સંપૂર્ણ સંવાદિતા સાથે જીવનને જીવંત રાખે છે.

મરીન નેશનલ પાર્કમાં સેન્ડ પેપર, સ્ટાર, ટયુબ્યુલર મુન, પાઇનેપલ, મુન, ફલાવર પોટ, માઉન્ડ,વેલવેટ, એલીફન્ટ નોઝ, મેઝ, બ્રાન્ચીંગ પોર, બોલ્ડર, વ્હાઇટ મારજીન્ડ સ્ટારલેટ, યલો સ્ક્રો, બ્રેઇન,કોલીફલાવર, લેધર, સી પેન અને ફ્રેન કોરલ, જાયન્ટ સી એનીમોન, ટયુબ એનીમોન નામના દરિયાઇ ફુલ, ઝુએન્થસ દરિયાઇ વસાહતી પ્રાણીઓનું જૂથ, જેલીફીશ, સાબેલા-ફીધર ડસ્ટર વોર્મ માત્ર દરિયાઇમાં જોવા મળતું પ્રાણી,અળસિયા સમુદાયનું સભ્ય બ્રિસલ વોર્મ, મૃદુ શરીરવાળા શંખલા, ઓકટોપસ, મોતીછીપ, કરચલા, ઝીંગા એનિમોન શ્રીમ્પ, સ્ટારફીશ, સાગર ગોટા કાંટાવાળા ગોળાકાર પ્રાણી, બરડ તારા અને પીંછ તારા પ્રાણી, સમુદ્ર કાકડી, સેન્ડ ડોલર દરિયાઇ પર્યાવરણમાં જોવા મળતા રૂપિયાના સિક્કા જેવું ચપટું પ્રાણી, એકેંથોબોનેલિયા પિરોટનેનસીસ નામની બોનેલીયા જાતિનું કૃમિ, ઢોંગી માછલી, કેટ ફીશ, સ્ટીંગ રે, દરિયાઇ ધોડો, લીલો દરિયાઇ કાચબો, ઓલીવ રીડલી કાચબો, સસ્તન પ્રાણી ડોલ્ફીન અને દરિયાઇ ગાય, દરિયાઇ શેવાળ અને ઘાસ, ક્ષારને સહન કરી શકતી ચેર વનસ્પતિની પ્રજાતિ આવેલી હોય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, અભ્યાસુ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓમાં આર્કષણનું કેન્દ્ર છે.

સૌજન્ય: https://jamnagar.nic.in અને દિવ્ય-ભાસ્કર.કોમ અને વિકીપીડીયા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators