પાળીયા

પાળિયા ના પ્રકાર

Paliya na 11 Prakar

Sahido na Paliya Madhavpur Ghed
Sahido na Paliya Madhavpur Ghed

પાળિયા, પાળિયો અથવા ખાંભી ભારતના પશ્ચિમ ભાગમાં અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને કચ્છ વિસ્તારોમાં ઠેર ઠેર જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. આ પાળિયાઓ છેક પાકિસ્તાનના સિંધ વિસ્તાર સુધી જોવા મળ્યા છે. પાળિયાઓ મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં બનાવવામાં આવે છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને શિલાલેખો ચીતરેલા હોય છે. આ સ્મારકો મુખ્યત્વે યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ વર્ણવે છે.

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

પાળિયાના ૧૧ મુખ્ય પ્રકારો કૈક આવા છે, ખાંભી, થેસા, ચાગીયો, સુરાપુરા, સુરધન, યોદ્ધાઓના પાળિયા, સતીના પાળિયા, ખલાસીઓના પાળિયા, લોકસાહિત્યના પાળિયા, પ્રાણીઓના પાળિયા અને છેલ્લો પ્રકાર છે ક્ષેત્રપાળના પાળિયા


 

1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ.

2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે

3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે.

4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે.

5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે.

6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી સંખ્યામાં પણ જોવા મળી આવે છે જેને રણ ખાંભી તરીકે પણ ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય તે જગ્યા પર મુખ્યત્વે બાંધવામાં આવે છે. શરૂઆતમાં આવા પાળિયાઓ, કોઈ સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા માટે બાંધવામાં આવતા હતા અને પાછળથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ છે. આવા સ્મારકોમાં મોટે ભાગે યોદ્ધાને તલવાર, ગદા, ધનુષ તિર અને બંદુકો જેવા હથિયારો સાથે પણ દર્શાવવામાં આવે છે. ક્યારેક આવા સ્મારકો માં આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે તો ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે. આવા સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ તમે જોયા જ હશે.

7) સતીના પાળિયા: કોઈ સ્ત્રી સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે અને ઘણીવાર લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે આવા પાળિયાઓની દેવી તરીકે પૂજા થાય છે. આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવવામાં આવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ ની સાથે અન્ય પ્રતીકો જેવા કે મોર અને કમળ પણ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ પણ જોવા મળે છે. ઘણા બધા સતીઓના પાળિયા માં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ જોવા મળે છે. આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યા એ જોવા મળે છે.

8) ખલાસીઓના પાળિયા: ગુજરાતમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો ખલાસીઓ ના સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ઘણી વખત જહાજ પણ દર્શાવવામાં આવે છે.

9) લોકસાહિત્યના પાળિયા: આવા સ્મારકો માં પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, ધાર્મિક સંતો-ભક્તો, વગેરે માટે કરેલો દેહત્યાગ નું વર્ણન જોવા મળે છે. આ સ્મારકનું ઉદાહરણ જોવું હોય તો ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

10) પ્રાણીઓના પાળિયા: જુના સમય માં અશ્વ, શ્વાન અને ઊંટ જેવા પ્રાણીઓ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.

11) ક્ષેત્રપાળના પાળિયા: આ પાળિયા ક્ષેત્રપાળ એટલે કે કોઈ ક્ષેત્રનું રક્ષણ કરતાં શુરવીરો ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ તરીકે પૂજાય છે. તે કોઈ સ્મારક નથી પરંતુ લગભગ એટલો જ અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થતી આવી છે. તેઓ જમીન અને પાકનું રક્ષણ કરે છે. આ પાળિયા ઉપર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો ને રક્ષણના પ્રતીક તરીકે કંડારવામાં આવે છે..

તો મિત્રો આ હતી પાળિયા ના ૧૧ પ્રકારો વિશેની માહિતી, આશા છે કે તમને આ માહિતી ચોક્કસ ગમી હશે, આવી જ અવનવી માહિતી માટે અમારી વેબસાઈટ વિઝિટ કરો વિઝીટ કરતા રહો… આવા જ અન્ય વિડિઓ નો લાભ લેવા માટે આપણી Youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહિ

મિત્રો ૧ લાખ અને ૧૫ હજાર થી વધારે લોકો એ લાઈક કરેલ આપણું ફેસબુક પેજ જો તમે લાઈક નથી કર્યું તો જરૂર થી લાઈક કરી દેજો… અને થોડા સમય પહેલા ચાલુ કરેલ ઇન્સ્ટાગ્રામ પેજ માં પણ બહોળો પ્રતિબભાવ મળી રહ્યો હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર ઇતિહાસ સંબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી દેજો…

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators