વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજ નું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું.
અહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા પોતાના વરદહસ્તે એક એક ખોબો ધૂળ નાખે એવો વિધિ હતી. દરેક રાજાએ ધૂળ નાખી પણ જ્યારે જશદણ કાઠી દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો ત્યારે તેમણે ખોદેલા પાયામાં એક ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા હતા.
આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિધિ પૂરી થયા પછી કોઇકે પૂછ્યું કે ખાચરસાહેબ આપ આપની મોટાઇ દેખાડવા માગતા લાગો છો, બધા રાજાએ ધૂળ નાખી અને આપે ચાંદીના સિક્કા નાખ્યા. ત્યારે વિનમ્ર દરબાર આલા ખાચર બોલ્યા કે એવું નહીં, હું તો નાનકડા જશદણનો રાજવી છું, આ બધા તો મોટા રાજાઓ છે પણ મે સિક્કા એટલા માટે નાખ્યા છે.
કારણ એક નાનકડાં દાતા તરીકે મારી સુવાસ છે અને દાનવીર થઇને હું ખોબામાં ધૂળ ભરું તો મારી દાતારી લાજે, અને બીજી અગત્યની વાત એ છે કે આ કોલેજમાંથી રાજાઓ તૈયાર થવાના છે પણ એમાંથી અમુક દાનવીર બને એટલે મેં પાયામાં ચાંદીના સિક્કા નાખ્યા છે….!
આમ .આ રાજકુમાર કોલેજ અનેક રાજકુમારો ના શીક્ષણ નુ સ્થાન બની..