રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે છે. ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે. રા’ખેંગાર તેના ભત્રીજા ના દગા ને લીધે જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો ગુમાવી દે છે. જયસિંહ રાણક દેવી ને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે જે રાણક દેવી ઠુકરાવે છે અને રા’ખેંગાર ની પાછળ સતી થવા નું નક્કી કરે છે.
જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
જેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે ? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર’. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે.
રાણકદેવી એક મહાન સતી હતા. તેઓ એક સમયના જૂનાગઢ નગરના રાજા રા’ખેંગારનાં રાણી હતા. રાણકદેવીનાં વેણથી ખોટું લાગવાને કારણે ગરવા ગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા હતા
સિદ્ધરાજ જૂનાગઢથી પાટણ રાણકદેવીને બળજબરીથી લઇ જઇ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું. સિદ્ધરાજને તેણે કહ્યું, ‘મને પામવાની લાલસા છે ને? તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે. ‘ સ્ત્રીનાં ‘સતિ’ થવાની સાથે પુરુષના ‘સતા’ થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણકદેવી!
અગ્નિચિતા પર તે ચઢી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું :
“ જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે;
તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે:
આપણે બન્ને એક સરખા છીએં! “
સતી રાણકદેવી નુ મંદિર (વઢવાણ) માં ભોગાવો નદીના કિનારે આવેલું છે. માધાવાવ હવામહેલ વઢવાણ