ગામ: હાથલા
તાલુકો: ભાણવડ
જીલ્લો: જામનગર
લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રૂજવા લાગે છે. તેમાંય ખબર પડે કે સાડાસાતી બેઠી એટલે ભલભલાના હાંજા ગગડી જાય છે, પરંતુ શનિદેવથી ડરવાની જરૂર નથી. તેઓ રીઝે તો રાજપાટ આપી દે અને રૂઠે તો રસ્તે રઝળતો કરી દે. શનિદેવના પ્રકોપથી બચવા, તેમની કૃપા મેળવવા માટે લોકો શનિ-શિંગણાપુર દોડી જાય છે, પરંતુ બહુ ઓછા ભાવિકોને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનો જન્મ થયો હતો.
હાલમાં આ સ્થાન જ્યાં છે ત્યાં શનિદેવનાં માતા છાયા જ્યારે ગર્ભવતી હતાં ત્યારે આવ્યાં હતાં. જ્યાં શનિદેવનો જન્મ થયો હતો. આ સ્થાનકે નાની-મોટી પનોતી બિરાજમાન છે. આ સ્થળ-ગામ પોરબંદરથી ૨૭ કિ.મી. દૂર પોરબંદર-જામનગર રોડ પર બગવદર ગામથી અંદરના ભાગે આવેલું છે. જ્યારે ભાણવડથી હાથલાનું અંતર ૨૨ કિ.મી. છે. આ સ્થળે જવા માટે દરેક મોટા શહેરોને જોડતી પોરબંદર, જામનગર, ઓખા સૌરાષ્ટ્ર જતી ટ્રેનો મળી રહે છે. તથા નજીકનો હવાઈ અડ્ડો છે રાજકોટ તથા અમદાવાદ.
વધુ માહિતી માટે: Lordshanihathala