આપણો સોરઠ, કાઠીયાવાડ, ગોહિલવાડ, હાલાર આ બધા જ દેખાય છે તેનાથી ઘણા જ ઉંડા છે. અહીંની ધરામાં ખમીર પાક્યું છે. શુરાઓ ઉગ્યા છે, સંતો નિપજ્યા છે. અહીં માયકાંગલી વાતો નથી અને આ બધુ જ લોકસાહિત્યમાં ઝિલાયેલું છે. આવું લોકસાહિત્ય સૌરાષ્ટ્રના ખુણે-ખુણેથી એકઠુ કરીને આપણી સામે ખજાનો ખુલ્લો મુકનાર ઝવેરચંદ મેઘાણી તો લોકસાહિત્યના મહામુલા ધુળધોયા છે એક-એક દુહામાંથી તેના તથ્યો મેળવી મુળ સુધી પહોંચી તેમા રહેલી વાર્તાને તેમના ઇતિહાસને આપણી સુધી પહોંચાડવાનું કામ આ મુઠી ઉંચેરા માનવીએ કર્યું છે.
મેઘાણીને આ માટી સાથે મહોબત હતી એટલે સૌના લાડકવાયા છે -ઉપેન્દ્ર ત્રિવેદી